અમૃતસરમાં સ્વર્ણ મંદિર પાસે ૩૬ કલાકમાં બે બ્લાસ્ટ, ઘટનાસ્થળેથી મળી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની હેરીટેજ સ્ટ્રીટ પર આજે સોમવારે સવારે ફરી વાર ધમાકો થયો છે. છેલ્લા ૩૬ કલાકમાં બ્લાસ્ટ થવાની આ બીજી ઘટના છે. શનિવારે લગભગ ૧૨ કલાકે સારાગઢી પાર્કિગ નજીક એક ધમાકો થયો હતો. જેમાંથી એક રેસ્ટોરન્ટની બારીઓના કાચ તૂટીને રસ્તા પર આવી ગયા હતા અને અમુક લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાય છે કે, આજે સવારે લગભગ છ કલાકે પણ હેરિટેજ સ્ટ્રીટ પર ધમાકો થયો. પોલીસના ટોચના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. આ બ્લાસ્ટ પણ સારાગઢી પાર્કિંગની નજીકમાં થયો હોવાનું કહેવાય છે. બ્લાસ્ટની આ બંને ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચેલો છે અને લોકો ડરેલા છે. આ દરમ્યાન પોલીસે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર કંઈ પણ શેર કરતા પહેલા તથ્યોની તપાસ કરવા આગ્રહ કર્યો છે અને કહ્યું કે, સ્થિતી નિયંત્રણમાં છે. સવારે થયેલા આ બ્લાસ્ટ બાદ પોલીસ કમિશ્નર નૌનિહાલ સિંહ ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બોમ્બ સ્કોવ્ડને પણ સતર્ક કરી દીધા છે.

શહેરના સીવરની ગટરોમાં પણ ચેટીંગ ચાલી રહ્યા છે. ઘટનાસ્થળેથી અમુક શંકાસ્પદ વસ્તુઓ મળી છે. જેની તપાસ ફોરેન્સિક ટીમ કરી રહી છે. પોલીસની ટીમે ડોગ સ્ક્વોડની સાથે તપાસ અભિયાન હાથ ધર્યું છે. આ દરમ્યાન બોમ્બ સ્કોવ્ડ પણ હાજર છે. આ બાજૂ શનિવારે થયેલા બ્લાસ્ટની પોલીસ તપાસ ચાલું છે અને પોલીસ કોઈ ઠોસ પરિણામ પર પહોંચી નથી. ચંડીગઢની ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ વિસ્ફોટ પાછળના કારણો શોધવા માટે ઘટનાસ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, પોલીસને હજૂ ફોરેન્સિક ટીમ તરફથી કોઈ રિપોર્ટ મળ્યો નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી અમને કોઈ રિપોર્ટ નહીં મળે, ત્યાં સુધી વિસ્ફોટ પાછળના કારણો શોધી શકાશે નહીં.

Share This Article