હિંદુ-મુસ્લિમ કપલ પાસપોર્ટમાં ટ્વિસ્ટ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

લખનૌમાં થોડા સમય પહેલા પાસપોર્ટ વિવાદમાં ફસાયેલા હિંદુ-મુસ્લિમ કપલને આખરે પાસપોર્ટ મળી જ ગયો છે. કપલને પાસપોર્ટ મળ્યા બાદ હવે તન્વી શેઠના નામ અને એડ્રેસની તપાસ થશે. ફરી એક વાર તન્વી અને અનસના પાસપોર્ટ એડ્રેસ પર વેરીફીકેશન કરવામાં આવશે.

મૂળ વાત એમ હતી કે, એક કપલ કે જેમણે લવ મેરેજ કર્યા હતા. બાદમાં જ્યારે તે પાસપોર્ટ ઓફિસ ગયા ત્યારે મુસ્લિમ સાથે લગ્ન ના કરવા જોઇએ અને તેના પતિએ ધર્મ પરિવર્તન કરવુ જોઇએ. ખૂબ અપમાનજનક વર્તન કરવામાં આવ્યુ હતુ. તન્વીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને તેની પરિસ્થિતિ જણાવી હતી. સુષ્મા સ્વરાજે તરત જ એક્શન લઇને તે ઓફિસરનુ ટ્રાંસફર કરાવી દીધુ હતું.

પાસપોર્ટ કઢડાવવા માટે જે નિયમ હોવા જોઇએ તે નિયમ અનુસાર જો તેમનો પાસપોર્ટ ના બની શકતો હોય તે ઓફિસરે પ્રેમથી નિયમ સમજાવવા જોઇએ, પરંતુ કોઇને શું કરવુ જોઇએ તે કહેવાનો હક કોઇને આપ્યો નથી, આવુ તન્વી શેઠનું હતું. બાદમાં કપલને પાસપોર્ટ મળી ગયો હતો, પરંતુ જલ્દી પાસપોર્ટ કાઢવામાં કોઇ ભૂલ તો નથી થઇ ને તે ચેક કરવા માટે ફરી વેરિફીકેશન કરવામાં આવશે.

Share This Article