અમદાવાદ : અગ્રણી ૨ અને ૩ વ્હિલરટાયર કંપની ટીવીએસ શ્રીચક્ર લિમિટેડે આજે યુવાન ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે ‘ટીવીએસ યુરોગ્રીપ’ બ્રાન્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટીવીએસ યુરોગ્રીપ ગ્રાહકો સાથે વ્યાપક સંશોધન અને વૈશ્વિક આરએન્ડડીમાં નોંધપાત્ર રોકાણ, ડિઝાઈન અને ટેક્નોલોજી પ્લેટફોર્મ પરથી તૈયાર થઈ છે. તેના વિકાસના ભાગરૂપે અને તેને ઉત્સાહ અને ઉચ્ચ સ્તરના પરફોર્મન્સ સાથે સાંકળતા ટીવીએસ યુરોગ્રીપ વૈશ્વિક નિપુણતા સાથે ડિઝાઈન કરાયું છે અને તે ભારતમાં બનાવાયું છે તેમજ સમગ્ર વિશ્વમાં તેનું વેચાણ કરાશે.
ટીવીએસ શ્રીચક્ર લિમિટેડના ડિરેક્ટર શ્રી પી. વિજયરાઘવને જણાવ્યું હતું કે, ‘ભારત ટુ વ્હિલર્સ માટે હજી પણ આશાસ્પદ બજાર છે અને અમે તેમાં અસાધારણ વૃદ્ધિની તકો જોઈ રહ્યા છીએ. અમે નવા યુગના ભારતીય ચાલકોની જરૂરિયાતો પૂરી કરતી બ્રાન્ડ યુરોગ્રીપ લોન્ચ કરી છે ત્યારે અમારા બધા માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે. આ પગલાં સાથે અમે ભવિષ્યમાં વધુ દૃઢતાથી આગળ વધી શકીશું.’
કંપનીનું માનવું છે કે ટીવીએસ યુરોગ્રીપની રજૂઆતથી તેની વૃદ્ધિની આશાઓને ઈંધણ મળશે અને તે ઉદ્યોગમાં તેનું વિશેષ સ્થાન બનાવશે, જેથી વાહન ઉત્પાદકો સાથે કંપનીની ભાગીદારીને વધુ મજબૂત કરવામાં મદદ મળશે અને રીપ્લેસમેન્ટ બજારમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કરી શકાશે.
નવી બ્રાન્ડના લોન્ચિંગ અંગે ટીવીએસ શ્રીચક્ર લિમિટેડના પ્રેસિડેન્ટ શ્રી પી. શ્રિનિવાસવર્ધને જણાવ્યું હતું કે, ‘છેલ્લા ત્રણ દાયકાથી અમે ટુ-વ્હિલર ટાયર કેટેગરીમાં પોતાની જાતને અગ્રણી વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે. અમે હંમેશા ગ્રાહકોની જરૂરિયાતો, તેમની આશાઓ અને સ્વપ્નોને સમજીએ છીએ તથા તેમના વાહન ચલાવવાના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે તેવા ઉત્પાદનો પૂરા પાડીએ છે. ટીવીએસ યુરોગ્રીપ નવા યુગના ચાલકોની અપેક્ષા મુજબના ડિઝાઈન, ઉત્કૃષ્ટ ગુણવત્તા, ઉચ્ચ કાર્યક્ષમતા જેવા તત્વોથી સજ્જ છે અને તેને ટીવીએસના સમૃદ્ધ વારસા અને વિશ્વાસનું પણ પીઠબળ છે.’
આરએન્ડડી અને ટ્કનોલોજી પર ફોકસ
વર્ષોથી ટીવીએસ શ્રીચક્ર લિમિટેડે તેની હાજરીનું વિસ્તરણ કર્યું છે અને ભારત અને વિદેશમાં નિષ્ણાતો સાથે અત્યાધુનિક સંશોધન અને વિકાસ દ્વારા આધુનિક ટેક્નોલોજી અપનાવીને તેની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે. ટીવીએસ યુરોગ્રીપ હેઠળ અમે ૧૯ પ્રીમિયમ ટાયર્સનો પોર્ટફોલિયો લોન્ચ કર્યો છે, જેમાં ઉદ્યોગના અગ્રણી ઝીરો ડીગ્રી સ્ટીલ બેલ્ટેડ રેડિયલ ટાયર્સનો સમાવેસ થાય છે. આ અત્યંત અસાધારણ કાર્યક્ષમ ટાયર્સ પ્રતિ ક્લાક ૨૭૦ કિ.મી.ની ઝડપે પણ ટાયરને અદ્ભૂત સ્થિરતા પૂરી પાડે છે.
ટીવીએસ યુરોગ્રીપ
આ લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં ટીવીએસ શ્રીચક્ર લિમિટેડના ઈવીપી – સેલ્સ એન્ડ માર્કેટિંગ, શ્રી પી. માધવને જણાવ્યું હતું કે, ટુ-વ્હિલર ટાયર શ્રેત્રે એડવેન્ચર કરવા માગતા યુવાનો અને રીક્રિએશનલ ચાલકોની માગ વધી છે. તેમના માટે રાઈડિંગનો આનંદ જીવનના આનંદ સમાન હોય છે. આજના ચાલકો જીવનની પ્રત્યેક ક્ષણને પૂર્ણ બનાવવા, સાથીઓને પ્રભાવિત કરવા અને સામાન્યથી કંઈક અલગ બનવા માગે છે. ટીવીએસ યુરોગ્રીપની બ્રાન્ડનો વિચાર ‘આઉટલાઈવ, આઉટપરફોર્મ અને આઉટડુ’ની આ આંતરસૂઝ પર આધારિત છે.બાઈક ટાયરના ક્ષેત્રમાં સ્પેશિયાલિસ્ટ તરીકે અમે ટીવીએસ યુરોગ્રીપ ટાયર્સની ઊચ્ચ કાર્યક્ષમતા અને ટેકનોલોજીકલ આગેકૂચની અમારી રેન્જ સાથે અમારા ગ્રાહકોના ભવિષ્યના રાઈડિંગ માટે તૈયાર રહીએ છીએ.’
ટીવીએસ યુરોગ્રીપ બ્રાન્ડને જીવંત બનાવે છે. તે સ્પોર્ટી, વાયબ્રન્ટ અને ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ ઓળખ ધરાવે છે, જે નવિનતા, ઉત્કૃષ્ટ ગુણવત્તા અને ઉચ્ચ કાર્યક્ષમતા સાથે સાંકળે છે.