ભારતની એક્સ્લુઝિવ હિન્દી ભાષાની ઈન્ડિયન ઈન્ફોટેનમેન્ટ ચેનલ એપિક ટીવી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી તેના ટેલિવિઝન પ્રિમિયર ટર્નિંગ પોઈન્ટ એટ ટોલોલિં દ્વારા કરશે જે એક ડોક્યુમેન્ટરી છે જે દર ૨૬ જુલાઈએ ઉજવાતા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધના વીર જવાનોને બિરદાવવા માટેના આ દિવસે મેજર જનરલ જી ડી બક્ષી દ્વારા રજૂ થશે અને આ વર્ષે એપિક આ ખાસ દિવસની ઉજવણી ૨૬ જુલાઈએ રાત્રે ૮ અને ૧૦ વાગ્યે ખાસ શો દ્વારા કરશે.
મેજર જનરલ જીડી બક્ષીએ ડોક્યુમેન્ટરી વિશે કહ્યું હતું, ‘ટોલોલિંગ એ એવું સ્થળ હતું કે જે કારગિલ યુદ્ધમાં ભીષણ યુદ્ધનું સાક્ષી બન્યું હતું. ત્યાં સુધી અમને કોઈ જીત મળી નહોતી અને ટોલોલિંગ પછી અમે હાર અનુભવી નહોતી. દેશ આ માટે 2 રાજ રાઈફલ્સનો અને તેમના કમાન્ડિંગ ઓફિસર કર્નલ રવિન્દ્રનાથ વીઆરસીનો ઋણી છે.’
એપિક ટીવીના કન્ટેન્ટ અને પ્રોગ્રામિંગના વડા અકુલ ત્રિપાઠીએ કહ્યું હતું, ‘ભારતનો કારગિલ યુદ્ધમાં વિજય એક ઐતિહાસિક સિમાચિહ્ન છે કે જેને વધુમાં વધુ કવરેજ અને અવેરનેસ મળે એ જરૂરી છે. અમે જનરલ જીડી બક્ષી સાથેના જોડાણથી રોમાંચિત છીએ અને આ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટરી દર્શાવવા માટે આતુર છીએ જેમાં ભારતની યાદગાર જીતની સ્મૃતિઓ વણી લેવામાં આવી છે.’
આદિત્ય હોરીઝન્સ પ્રોડક્શન્સ એલએલપી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી ટર્નિંગ પોઈન્ટ એટ ટોટોલિંગ દ્વારા કારગિલ યુદ્ધના ઊંડા એક્સ્પ્લોરેશનને દર્શાવે છે જેમાં ઊંચી પહાડીઓ પરની ચોકીઓને કઈ રીતે જવાનોએ સફળતાપૂર્વક સુરક્ષિત કરી અને વીરતા બતાવી હતી અને પાકિસ્તાની સૈનિકો પાસેથી ફરી આંચકી લીધી હતી એ દર્શાવાશે. તેમાં કઈ રીતે પાક.ના તત્કાલિન આર્મી ચીફ પરવેઝમુશર્રફે આ ઓપરેશન હાથ ધર્યુ હતું, જ્યારે બરાબર એ જ સમયે ભારતીય વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની નવાઝ શરીફ સાથે શાંતિ મંત્રણા કરશે.
વધુમાં આ ડોક્યુમેન્ટરીમાં ટોલોલિંગ નામની ઊંચી પહાડી પરની ચોકીને કબજે કરવાની ઘટના વણી લેવાઈ છે કેમકે તે જગ્યા મહત્ત્વપૂર્ણ લેન્ડમાર્ક હતી કેમકે ત્યાં ભારતીય આર્મી બેઝ બનાવીને દુશ્મનો પર હુમલો કરી શકે તેમ હતી. ટોલોલિંગ કબજે કરાયા પછી ભારતીય સૈનિકોને આસપાસની ચાર આઉટપોસ્ટને કબજે કરનારા ઘૂસણખોરોને સફળતાપૂર્વક માત્ર છ દિવસમાં જ હટાવી દેવામાં સફળ રહ્યા હતા. ડોક્યુમેન્ટરીમાં એક હારની સ્થિતિને કઈ રીતે જીતની સ્થિતિમાં બદલવામાં આવી તે દર્શાવાયું છે અને કોઈ ટોલોલિંગ અહીં મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું એ દર્શાવાયું
હતું. ડોક્યુમેન્ટરીમાં 2 રાજ રાઈફલ્સ અને યુવા લેફટનન્ટ વિજયંત થાપર, કેપ્ટન કેનગુરુસ, મેજર સકસેના, મેજર અધિકારી, મેજર આચાર્ય અને તેમનું નેતૃત્વ કરનારા કર્નલ રવિન્દ્રનાથની વીરતાપૂર્વકની લડતને વણી લેવાઈ છે. જે લોકોએ આ વિજય શક્ય બનાવ્યો હતો.
ટુડી, થ્રીડી એનિમેશન અને વીએફએક્સ ઈફેક્ટ્સના પાથ બ્રેકિંગ ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટરીમાં યુદ્ધના દૃશ્યો વાસ્તવિક રીતે દર્શાવાયા છે અને ઈન્ડિયન વોર ડોકયુમેન્ટરીઝ માટે એક નવું સિમાચિહ્ન તે બની રહેશે.