અપકમિંગ હૉરર ફિલ્મ ‘તુમ્બાડ’ને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ ફિલ્મને દર્શકો સુધી પહોંચતા છ છ વર્ષનો સમય લાગ્યો છે. ફિલ્મના શૂટિંગમાં અનેક મુશ્કેલીઓને કારણે આ ફિલ્મ છ-છ વર્ષ સુધી લંબાઈને શૂટ થઈ છે. આ ફિલ્મ છ છ વર્ષ સુધી લંબાઈને શૂટ થઈ છે.
આ ફિલ્મની સ્ટોરી નામની જેમ જ ‘તુમ્બાડ’ ગામની છે. એટલે પ્રોડ્યુસરે ફિલ્ને અસલી તુમ્બાડ ગામમાં જ શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું. તુમ્બાડ મહારાષ્ટ્રના કોંકણ પટ્ટામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. ફિલ્મમાં 1930-40ના દાયકાની વાત છે, એટલે તુમ્બાડ ગામમાં તે ગાળાના સેટ તૈયાર કરવા પડ્યા હતા. ફિલ્મનું હાર્દ અને ઓરિજિનાલિટી જાળવી રાખવા શૂટિંગમાં ખાસ્સી મહેનત કરવી પડી હતી.
એટલું જ નહીં ફિલ્મ માત્ર ચોમાસામાં જ શૂટ કરવી જરૂરી હતી, કારણ કે સ્ક્રીપ્ટમાં વરસાદનો મહત્વનો રોલ છે. વરસાદનું વાતાવરણ જાળવી રાખવા માટે આખી ફિલ્મનું ક્રૂ હંમેશા વરસતા વરસાદમાં ખડેપગે રહેતું હતું.
આ તમામ પ્રકારની મુશ્કેલીઓને કારણે જ ફિલ્મને બનતા 6 વર્ષ જેટલો લાંબો સમય નીકળી ગયો. જો કે હવે ‘તુમ્બાડ’ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર અને બાદમાં ટ્રેલર દર્શકોને અત્યારથી જ ડરનો જબરજસ્ત અહેસાસ કરાવી ચૂક્યુ છે. ત્યારે ફિલ્મને જોવા પણ લોકો ઉત્સાહિત છે.