કલર્સ ચેનલ પર આવતી ધારાવાહિક તૂ આશિકીનો પ્લોટ ટીપીકલ સાસ બહું સિરિયલથી અલગ છે. સંગીતનાં બેઝ પર શરૂ થયેલી વાર્તા પ્રેમ અને લાગણીનાં તાણાવાણામાં કેવી રીતે બંધાય છે તેની ગાથા છે. ધારાવાહિતનાં મુખ્ય કલાકાર રિત્વિક અરોડા (આહાન તરીકે) અને જન્નત ઝુબેર (પંક્તિ તરીકે) અભિનય કરી રહ્યાં છે. આ ધારાવાહિક સાંજે ૭-૦૦ કલાકના ટાઈમ બેન્ડ પર સ્લોટ લીડર તરીકે વર્ચસ્વ જમાવી રહી છે. તેમણે તાજેતરમાં જ ૧૦૦ એપિસોડ પૂરા કર્યાની ઊજવણી કરી. અમદાવાદમાં આવીને પણ તેમણે દર્શકોનો આભાર માન્યો હતો અને દર્શકોને આગળ પણ જોતા રહે તેવી ભલામણ કરી હતી.
આ ધારાવાહિક વિશે વાત કરતાં રિત્વિક જણાવે છે કે, આહાનનું કેરેક્ટર મને ગમે છે. હું મારી સ્ક્રીપ્ટ અને કામથી સંતુષ્ટ છું. હું દિલ્હીનો છોકરો છું. હું એ જ શાળામાં ભણ્યો છું જ્યાં શાહરૂખ ખાન ભણ્યો હતો. મારી એક્ટિંગની ગંભીરતા જોઈને મને પણ દર્શકો શાહરૂખ જેટલો જ પ્રેમ આપે તેવી આશા રાખીને કરિઅર આગળ ધપાવવા માગુ છું. જ્યારે જન્નત ઝુબેર કહે છે કે પંક્તિ એક સરળ છોકરી છે અને તે પ્રેમની શક્તિમાં માને છે. તે ઓછુ બોલીને પોતાની અભિવ્યક્તિ બતાવે છે આથી તેને એક શોર્ટમાં ઘણાં બધા એક્સપ્રેશન આપવાનાં હોય છે. જે મારા માટે ચેલેન્જિગ કામ છે. આ ઉપરાંત મને ડાન્સનો પણ શોખ છે. જો શોમાં મને ક્યારેય ડાન્સ કરવાનો મોકો મળ્યો તો મને આનંદ થશે.
આ ઉપરાંત શોમાં પંક્તિની માતા તરીકે અનિતા (ગૌરી પ્રધાન) અને આહાનનાં કાકા તરીકે જયંત ધનરાજગીર (રાહિલ આઝમ) મુખ્ય ભૂમિકામાં છે. સંગીત અને પ્રેમકહાની સાથે સંકળાયેલી આ ધારાવાહિક આપ પણ કલર્સ પર રોજ સાંજે સાત વાગે જોઈ શકો છો.