કાશ્મીરના સંદર્ભમાં ટ્રમ્પની ઇમરાન ખાનને સ્પષ્ટ સલાહ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વોશિગ્ટન :  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખેંચતાણ જારી છે. આ ખેંચતાણ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વડાપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી છે. નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી. એ વખતે તેઓએ કાશ્મીરના મુદ્દા પર સંયમ જાળવી રાખવા માટે સાફ શબ્દોમાં સુચના આપી હતી.

ટ્ર્‌મ્પે કહ્યુ હતુ કે વધતા ટેન્સન વચ્ચે કોઇ આડેધડ નિવેદન ન કરવાની જરૂર છે. બંને નેતાઓ સાથે ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે ક્ષેત્રની સ્થિતી ખુબ જટિલ હોવાની કબુલાત કરી હતી. સાથે સાથે બંને નેતાઓ સાથે સારા માહોલમાં વાતચીત થઇ હોવાની કબુલાત કરી હતી.કાશ્મીરમાં ટેન્શનને લઇને વાત કરી હોવાની ટ્રમ્પે કબુલાત કરી હતી. ટ્રમ્પે એક સપ્તાહની અંદર ઇમરાન ખાન સાથે બીજી વખત ફોન પર વાતચીત થઇ છે. ઇમરાને ક્ષેત્રીય શાંતિ પર ખતરાને લઇને વાત કરી હતી. પાકિસ્તાનની ચિંતાથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા.

Share This Article