તૃપ્તિ ડિમરી રણબીર કપુર પર ફિદા : હેવાલમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ: બોલિવુડના દિલફેંક આશિક રણબીર કપુરના દિવાનાઓની કમી નથી. આ જ કારણસર રણબીર કપુર પોતે પણ કોઇ જગ્યાએ રોકાતો નથી. હાલમાં આલિયા ભટ્ટ રણબીર કપુરના પ્રેમમાં છે. જા કે રણબીર કપુરના પ્રેમમાં કેટલીક અભિનેત્રીઓ હજુ પણ રહેલો છે. જેમાં હવે બોલિવુડની નવી અભિનેત્રી લેલા તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે. એકતા કપુર અને ઇમ્તિયાજ અલીની ફિલ્મ લૈલા મજનુની અભિનેત્રી તૃપ્તિ કહે છે કે તે બોલિવુડ કેરિયરને લઇને સંપૂર્ણ સંતુષ્ટ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ કહ્યુ હતુ કે તે રણબીર કપુરને ખુ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે વાસ્તવિક જીવનમાં તેનુ દિલ માત્ર રણબીર કપુર માટે જ ધડકે છે. તેનુ કહેવુ છે કે તે રણબીર કપુરને ખુબ પસંદ કરે છે.

રણબીર કપુરના કામથી પણ તે ખુબ પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મના રોલમાં ડુબી જાય છે. દરેક ફિલ્મમાં તે બિલકુલ અલગ નજરે પડે છે. જે ફિલ્ડમાં તે કામ કરવા જઇ રહી છે તે ફિલ્ડમાં તેના માટે રણબીર તેના માટે ભગવાન સમાન છે. તે રણબીર કપુરની એવી ચાહક છે જે તેને જાઇને ખુશ થાય છે. તેના દિલફેંક વ્યવહાર અને કેટલીક સ્ટાર સાથે સંબંધને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે એક દિવસ તેનુ પણ નંબર આવે તેમ તે ઇચ્છે છે. તે સારી બાબતને લઇને આશા રાખે છે. રણબીર કપુર સોશિયલ મિડિયા પર કોઇ એકાઉન્ટ નથી ધરાવતો. આ બાબત તેને પસંદ છે. જેના કારણે તેની લાઇફમાં હમેંશા રહસ્ય રહે છે. બાકી સ્ટાર પોતાના ફોટો અપલોડ કરતા રહે છે. જેથી તેમના અપડેટ મળતા રહે છે. રણબીરના અંદાજથી તે પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે તે રણબીરને હજુ સુધી ક્યારેય સામેથી મળી નથી પરંતુ મળશે ત્યારે પોતાના પ્રેમની કબુલાત પણ કરી દેશે. તેનુ કહેવુ છે કે તે એકદમ ચોંટી જતા લોકોની જેમ મળવા માંગત નથી. હવે તે લૈલા છે તો લૈલાની જેમ જ વર્તન કરશે. તેને આશા છે કે એક દિવસ તે મજનુની જેમ તેની પાછળ આવશે. તે પોતાની ફિલ્મ દરમિયાન રણબીર કપુર મામલે કેટલીક બાબતો જાણવા પ્રયાસ કરતી હતી. પરંતુ તે આ બાબતને  ધ્યાનમાં રાખતી હતી કે ઇÂમ્તયાજને આ અંગે કો માહિતી ન મળે તેની સાવધાની રાખતી હતી.

તૃપ્તિની ફિલ્મ લૈલા મજનુ હાલમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનુ નિર્દેશન ઇમ્તિયાજ અલી દ્વારા કરવામાં આવ્યુ હતુ.  ફિલ્મનુ નિર્દેશન ઇમ્તિયાજના નાના ભાઇ સાજિદ અલી દ્વારા કરવામાં આવ્યુ  હતુ. ઇમ્તિયાજ દ્વારા ફિલ્મની પટકથા લખવામાં આવી હતી.  ફિલ્મની નિર્માત્રી એકતા કપુર  હતી. ફિલ્મ સારો કારોબાર કરી શકી ન હતી છતાં તે બોલિવુડમાં હજુ સક્રિય રહેવા માટે તૈયાર છે.  તૃપ્તિ બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધાને લઇને બિલકુલ પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તે પોતાના કામથી તમામને પ્રભાવિત કરવા માટે ઇચ્છુક છે. સાથે સાથે વધુને વધુ શિખવા માટે ઇચ્છુક છે. બોલિવુડમાં કેરિયર બનાવવા માટેને લઇને પણ તે આશાવાદી છે. બોલિવુડમાં હાલના સમયમાં નવી નવી સ્ટાર આવી રહી છે. સાથે સાથે સ્ટાર કિડ્‌સ પણ એન્ટ્રી કરી રહ્યા છે.

Share This Article