નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં આજે પણ ભારે ધાંધલ ધમાલ જારી રહી હતી. જુદા જુદા મુદ્દા પર ગૃહની કામગીરી ખોરવાઇ ગઇ હતી. આજે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. ધમાલની વચ્ચે લોકસભાની કાર્યવાહી તો બુધવારે સવારે ૧૧ વાગે સુધી મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભામા પણ ભારે હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઇ ગઇ હતી. લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. રાફેલ, ત્રણ તિલાક, શિખ વિરોધી રમખાણ અને અન્ય મુદ્દા પર જુદા જુદા પક્ષોના લોકોએ હોબાળો કર્યો હતો. ધાંધલ ધમાલ વચ્ચે પહેલા લોકસભાની કાર્યવાહીને ૧૨ વાગે સુધી મોકુફ કરવામાં આવી હતી.
ત્યારબાદ ફરી બેઠક મળ્યા બાદ હોબાળો જારી રહેતા કાર્યવાહી દિવસ માટે મોકુફ કરવામાં આવી હતી. રાજ્યસભાને પણ આવતીકાલ સુધી મોકુફ કરવામાં આવી હતી. આરજેડીના સાંસદ મનોજ ઝા એટોર્ની જનરલની સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લઇને આવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે સાથે આ મામલે જેપીસીની માંગ કરી હતી. કાવેરી જળ વિવાદને લઇને પણ ચર્ચા રહી હતી. અન્નાદ્રમુકના સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.