કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યુ હતુ. ધવ્નિમતથી આ બિલ નીચલા સદનમાં પણ પાસ કરી દેવાયું છે. ત્રણ તલાક બિલના વિરોધમાં ૯ પક્ષોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આખરે લોકસભમાં ભારે ચર્ચા બાદ ૨ વિરૂદ્ધ ૨૪૧ મતથી બિલ પસાર કરવામાં આવ્યું. આ બિલ કેન્દ્રિય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ.
તેલંગણાના હૈદરાબાદથી એઆઇએમઆઇએમ સાંસદ અસસુદ્દીન ઓવૈસીએ વિરોધ કરતા જણાવ્યું હતુ કે આ બિલ મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. ઓવૈસી દ્વારા બે સૂચનો કરયાં હતા પણ માત્ર બીજેડી સાસંદે જ તેમને ટેકો આપ્યો હતો. સાથે જ અન્ય સાંસદોએ ગૃહમાં તેમનાં સૂચનો ફગાવ્યાં હતા, જેથી ભારે બહુમતિથી બિલ પસાર થયું હતું. સુપ્રિમ કોર્ટના પાંચ જજિસની બંધારણીય બેંચે ૨૨ ઓગસ્ટે ૩ વિરુદ્ધ ૨ મત સાથે વિભાજીત ચુકાદો આપ્યો હતો અને તલાકને ગેરબંધારણીય ગણાવ્યા હતા.
કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે ટ્રિપલ તલાક મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે. તેમણે આ બિલને લઇને ગુરુવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. આ બિલમાં ટ્રિપલ તલાકને સજાપાત્ર અને બિનજામીનપાત્ર ગુનો ગણવાની જોગવાઇ કરાઇ છે. વધુમાં પ્રસાદે જણાવ્યું કે સરકાર મુસ્લિમોના શરિયતમાં કોઇ દખલ કરવા માગતી નથી.
ટ્રિપલ તલાક બિલમાં સમાવિષ્ટ જોગવાઇઓઃ ટ્રિપલ તલાકએ સજાને પાત્ર અ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. ટ્રિપલ તલાક પીડિતા મહિલા પોસાના માટે અને સંતાનો માટે ભરણપોષણ મેળવી શકશે. ટ્રિપલ તલાક આપનાર પતિ કે વ્યક્તિને ૩ વર્ષની કેદ અને દંડ કરાશે. પીડિતાને તેનાં સંતાનો માટે કસ્ટોડિયલ રાઇટ્સ મળશે. પીડિતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરીને પતિને સજા અપાવી શકશે. ટ્રિપલ તલાક બાદ એક વર્ષ સુધી મુસ્લિમ મહિલા ફરિયાદ કરી શકશે.