પ્રાપ્ત વિગતો અનુસાર કુવૈત માં એક રહેણાંકના ઈમારતમાં આગ લાગવાથી ૪૧ લોકોનાં કરુણ મોત નીપજયા છે જેમાં ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડો વઘે તેવી ભીતી સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈત ની કરન્સી મુજબ આ રાશિ પ્રત્યેકને ૫૫ કુવૈતી રિયાલ થશે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.

અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશ ના હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા પણ ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.