હિરોસીમા પરમાણુ બોમ્બમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હિરોસીમા : જાપાનના શહેર હિરોસીમામાં આજના દિવસે જ ૧૯૪૫માં વિનાશકારી પરમાણુ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા. આંકડામાં જણાવવામા આવ્યુ છે કે આ ભીષણ હુમલામાં હિરોસીમાના મોટા ભાગના વિસ્તાર કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. ૧૬૬૦૦૦ જેટલા લોકોના મોત થઇ ગયા હતા. તેની અસર એટલી પ્રચંડ રહી હતી કે તેની અસર કેટલાક અંશે આટલા વર્ષો બાદ આજે પણ જોઇ શકાય છે. પરમાણુ બોમ્બ ઝીંકવાના કારણે થયેલા અભૂતપૂર્વ નુકસાન અને ખુવારીની વર્ષીના દિવસે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરમાણુ બોમ્બની વિનાશકતાની યાદ લોકોના દિલોદિમાંગ ઉપર તાજી થઈ ગઈ હતી. દેશમાં પરમાણુ ટેકનોલોજીથી ડિઝાસ્ટર સામે જાપાન હજુ પણ લડી રહ્યું છે.

થોડાક સમય પહેલાં જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામી ત્રાટકતાં પરમાણુ કટોકટી પણ ઊભી થઈ હતી.  ફુકુસીમા પ્લાન્ટને ભારે નુકશાન થયું હતું. આજે સવારે સ્થાનિક સમય મુજબ ૮.૧૫ વાગે સ્મારક ખાતે વિશ્વમાં પ્રથમ બોમ્બ જ્યાં ઝીંકવામાં આવ્યો હતો ત્યાં મોન પાડવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કા વેળા અમેરિકા દ્વારા છઠ્ઠી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે અહીં પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો.

આ પરમાણુ બોમ્બ ઝીંકાતા મોટા ભાગનું શહેર કાટમાળમાં ફેરવાઈ જતાં ૧૪૦૩૦૦ લોકોના મોત થયા હતા. ૯મી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે બીજા પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. નાગાસાકીમાં ઝીંકવામાં આવેલા આ પરમાણુ બોમ્બના કારણે હજારો લોકોના મોત થઈ ગયા હતા. આ બે પરમાણુ બોમ્બ ઝીંકાતા જાપાનને આખરે શરણાગતિ સ્વીકારી લેવાની ફરજ પડી હતી. વડાપ્રધાન પણ હિરોસીમા શાંતિ મેમોરિયલ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ આ સ્થળે પુનોત્ચાર કર્યો હતો. જાપાન ક્યારે પણ હિરોસીમાના હોરરનું પુર્નરાવર્તન ન થાય તેવા પ્રયાસ કરશે. જાપાનમાં આ બોમ્બ ઝીંકાયા બાદ હજુ પણ ઘણા વિસ્તારમાં તેની અસર જોવા મળી રહી છે. જાપાને પરમાણુ બોમ્બ નહીં રાખવા અને નહીં બનાવવાની વાત અનેક વખત કરી છે. મોટી સંખ્યામાં આજે લોકો મેમોરિયલ પાર્ક ખાતે એકત્રિત થયા હતા. શાંતિદૂત તરીકે મોટી સંખ્યામાં કબૂતર છોડવામાં આવ્યા હતા.

Share This Article