તારીખ ૨૫ મેનો દિવસ રાજકોટવાસીઓને અને ગુજરાત ના તમામ સંવેદનશીલ નાગરિકો ને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજના સમયે રાજકોટમાં આવેલાTRP ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે DNA ટેસ્ટ કરવો પડશે. પૂજ્ય મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી હતી અને તે દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાઘુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળી તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખનું ) તુલસીદલ સમર્પિત કર્યું છે. વીરપુરના પૂજ્ય જલારામ બાપા પરિવારના શ્રી ભરતભાઈ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. કથા પ્રારંભે પૂજ્ય મોરારીબાપુએ રામનામની ધૂન બોલાવી આર્દ્ર હ્રદયે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. પૂજ્ય મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more