બે દિવસ પહેલા ઉતર પ્રદેશ ના કાસગંજ ખાતે માઘ પૂર્ણિમા ના દિવસે યાત્રાળુઓથી ભરેલી એક ટ્રોલી તળાવમાં ઉથલી પડતાં ૨૩ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુની રામકથા અત્યારે શ્રી અયોધ્યાજી ખાતે ચાલી રહી છે. બે દિવસ પહેલા આ ઘટના બની છે અને પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ટ્રોલી ઉથલી પડતાં જેઓ મોતને ભેટ્યા છે તેમનાં નિર્વાણ માટે એમણે પ્રાર્થના કરી છે. આ સહાયતા રાશિ દિલ્હી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more