ભગવાન શિવને સમર્પિત કેદારનાથ ધામ ભારતના ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયોગ જિલ્લામાં સ્થિત છે. કેદારનાથ મંદિર બાર જ્યોતિ‹લગોમાં સામેલ હોવાની સાથે સાથે ચાર ધામમાંથી એક છે. કેદારનાથ ધામ મંદાકિની નદીના કિનારે સ્થિત છે. કેદારનાથ ધામનુ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. હિમાલયની સફેદ બરફથી મોટા ભાગના સમય ત ઘેરાયેલુ રહે છે. આ ધામ મોટા ભાગને બરફથી ઢંકાયેલુ રહે છે જેથી ઠંડીનુ વાતાવરણ રહે છે. આ મંદિર અંગે કહેવામાં આવે છે કે આનુ નિર્માણ પાંડવ વંશના રાજા જન્મેય દ્વારા કરવામાં આવ્યુ હતુ. જન્મેય રાજા પરીક્ષિતના પુત્ર અભિમન્યુના પૌત્ર હતા.
એમ કહેવામા આવે છે કે કળિયુગમાં આદિ શંકરાચાર્ય દ્વારા આ મંદિરનુ નિર્માણ નવેસરથી કરાયુ હતુ. અહીં સ્થિત શિવલિંગ સૌથી પ્રાચીન શિવલિંગ પૈકી એક છે. જેથી તેનુ મહત્વ વધી જાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પહોંચે છે. ભગવાન કદારનાથ ધામની ખાસ વિશેષતા રહેલી છે. ભગવાન શિવના ભક્તો પોતાના જીવનમાં આ ધામના દર્શન કરવા માટે ચોક્કસપણે આવે છે. કેદારનાથથી આગળ વધવામાં આવ્યા બાદ બદરીનાથ ધામ આવે છે. આ ધામ પણ ઉત્તરાખંડ રાજ્યની સરહદ પર આવે છે. એમ કહેવામાં આવે છે ક કેદારનાથના દર્શન કર્યા વગર જા બદરીનાથના દર્શન કરવામાં આવે તો આ યાત્રા અધુરી રહ છે. સાથે સાથે યાત્રાને સફળ પણ ગણવામાં આવતી નથી. દર વર્ષે ધામના દ્વારા અથવા તો કપાટ ખોલવા માટેની એક નિશ્ચિત અવધિ હોય છે. આ વર્ષે નવમી મેના દિવસ સવારે ૫.૩૫ વાગે કેદારનાથ મંદિરના દ્વારા ખોલી દેવામાં આવનાર છે.
ખાસ બાબત એ છે કે આ દિવસે આદિ શંકરાચાર્યની જયંતિ છે. આ કારણસર આ દિવસને વધારે ભવ્ય રીતે મનાવવામાં આવનાર છે. નવમી મેના દિવસે કેદરાનાથ દ્વારા ખુલી ગયા બાદ ૧૦મી મેના દિવસે બદરીનાથના કપાટ ખોલી દેવામાં આવનાર છે. કેદારનાથમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. કેદારનાથમાં પહોંચી જવા માટે તમામ વિકલ્પ રહેલા છે. કેદારનાથમાં પહોંચવા માટે સરકાર દ્વારા યાત્રાને સરળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. કેદારનાથમાં પહોંચવા માટે માર્ગ, રેલવે અને હવાઇ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. ભારતના તમામ મોટા શહેરોથી કેદારનાથ જવા માટે યાત્રા સુવિધા રહેલી છે. દિલ્હી, લખનૌ, ચંદીગઢ, નાગપુર, કાનપુર અને બેંગલોર જેવા શહેરોથી કેદારનાથ પહોંચી શકાય છે. માર્ગ મારફતે કેદારનાથ પહોંચવા માટે મે હરિદ્ધાર-રિશિકેશ અને દહેરાદુનના રસ્તા પર જઇ શકો છો. અહીં અહીથી કેદારનાથ માટે કાપ અથવા તો જીપ બુક કરાવી શકાય છે.
આ યાત્રાને પોતાની સુવિધા અનુસાર બનાવી શકાય છે. દિલ્હીથી રિશિકેપ અને હરિદ્ધાર માટે દરેક અડધા કલાકમાં એક બસ રહેલી છે. અહીંથી બસ દ્વારા હરિદ્ધાર આઠથી નવ કલાકમાં પહોંચી શકાય છે. કેદારનાથ માટે સૌથી નજીકમાં રેલવે સ્ટેશન રિશિકેશ અને દહેરાદુન છે. સાથે સાથે દેહરાદુનના જાલી ગ્રાન્ટ સૌથી નજીકના એરપોર્ટ તરીકે છે. કેદારનાથ ધામનુ ખાસ મહત્વ હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. કુદરતી નજારા પણ તમામ લોકોનુ ધ્યાન ખેંચે છે. આ વિસ્તારમાં બરફ વર્ષો પણ સામાન્ય રીતે થતી રહે છે. ફુલગુલાબી વાતારવણ તમામનુ ધ્યાન ખેંચે છે. કેદારનાથ ધામમાં કુદરતી હોનારત વેળા થોડાક વર્ષો પહેલા ભારે નુકસાન થયુ હતુ. મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ગયા હતા. જો કે હવે કેદારનાથ નજીક તમામ પ્રકારની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. તમામ પ્રકારની સુવિધા પણ લોકોનુ ધ્યાન ખેંચે છે. ભગવાન શિવના ભક્તો માટે કેદારનાથ જવાની બાબત તેમના મોટા સપના તરીકે હોય છે. અહીં જતી વેળા તમામ સાવચેતી રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને ગરમ વ†ો સાથે રાખવાની જરૂર હોય છે.