મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર ૩ પર રાજસ્થાનથી સુરત સ્ટેશન પર આવેલી ટ્રેન આગળની સફર કરતા એક ગંભીર ઘટના બની હતી. ૪૦ વર્ષની મહિલા પ્રવાસી બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા ગઈ હતી. ટ્રેન ચાલુ થઈ જતા તે ટ્રેનમાં ચડવા માટે દોડી ત્યારે પગ લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ હતી. મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોએ બુમાબુમ કરી દીધી હતી.

દરમિયાન મહિલાને નીચે દિવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી હતી. અંદાજે ત્રણ જેટલા ડબ્બા પસાર થયા બાદ ટ્રેન રોકાતા સ્ટેશન પરના કુલીઓએ મહિલાને બહાર કાઢી હતી. સદભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો.

જોકે, મહિલાને માથામાં ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.સુરત રેલવે સ્ટેશન પર એક ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ભાગે પટકાઈ હતી. બુમાબુમ કરતા ત્રણ ડબ્બા પસાર થઈ બાદ ટ્રેન રોકાઈ હતી અને મહિલાનો જીવ બચ્યો હતો.

Share This Article