પોતાના જ ડ્રેસમાં ફસાઈ ગઈ ઉર્ફી, Oops મોમેન્ટનો થઈ શિકાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉર્ફી જાવેદ શુક્રવારની સાંજે એક ઈવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તેણી પોતાના ફેમસ અંદાજમાં જોવા મળી હતી. પોતાની યુનિક કટવાળી ડ્રેસમાં તેણી સારી લાઈમલાઈટમાં પણ આવી હતી. પરંતુ, બાદમાં કેમેરા સામે કંઈક એવું થયું કે, ઉર્ફી ખુદ શરમમાં મુકાઈ ગઈ હતી. હકીકતમાં, તેણીએ જે ડ્રેસ પહેર્યો હતો તે તેના પગમાં ફસાઈ ગયો હતો. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે, ઉર્ફીએ જાતે જ કેમેરા સામે ડ્રેસને ઠીક કરવો પડ્યો હતો. વળી, જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોના કોમેન્ટસનું વાવાઝોડુ્‌ આવી ગયુ હતું. કોઈએ તેને બેહૂદા કહી દીધું તો કોઈ ઉર્ફીને આટલાં બધાં કપડામાં જોઈને ચોંકી ગયા છે. વળી, અમુક યુઝર્સે તો સવાલ જ પુછી લીધો કે, આખરે ઉર્ફીને બોલાવે કોણ છે. ઉર્ફી જાવેદની અસલ ઓળખ છે પોતાની અતરંગી ડ્રેસિંગ. બિગ બોસ પહેલા તેની ઓળખ એક બોલ્ડ એક્ટ્રેસના કારણે હતી. પરંતુ, બિગ બોસના ઘરમાં આવતા જ ઉર્ફી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. વળી, પોતાના આઉટફીટ્‌સના કારણે જ ઉર્ફી ખૂબ જ ચર્ચામાં પણ રહે છે અને તેણી ખૂબ જ વિવાદમાં પણ રહે છે. પરંતુ, તમામ વિવાદોથી દૂર રહીને ઉર્ફી હંમેશા પોતાની બિન્દાસ લાઈફ જોતી જોવા મળે છે.

Share This Article