પ્રેમ જાળમાં ફસાવીને ૩ વર્ષ સુધી મામાએ ભાણી પર આચર્યુ દુષ્કર્મ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરતમાં વધુ એક ચકચારી ભરેલી દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં મામાએ ભાણી પર દુષ્કર્મની આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતના ઓલપાડમાં કૌટુંબિક મામાએ પોતાની ભાણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત બહાર આવી છે. મામાએ પહેલા ભાણીને પોતાની પ્રેમ જાળમાં ફંસાવી હતી, ભાણી પરણીત હોવા છતાં ૩ વર્ષથી તેને ભગાડી લઈ જઈ બરજબરીપૂર્વક પોતાની સાથે રાખીને તેનું શારીરિક શોષણ કરાયુ હતુ. યુવતીના ગુપ્ત ભાગે મરચાની ભુકી નાખી હતી. આ ઘટના બાદ યુવતીની તબિયત લથડતા સુરત સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ યુવતીના નગ્ન ફોટા પાડી સોશ્યલ મીડિયા પર વાયરલ કરીને તેને  બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. હાલ તો ઓલપાડ પોલીસે કૌટુંબિક મામા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article