અમદાવાદ : ભારતની નં. ૧ ઈન વિટ્રો ડાયોગ્નોસ્ટિક (આઈવીડી) કંપની અને ઉભરતા માર્કેટ્સ પર લક્ષ આપતા અગ્રણી ગ્લોબલ પ્લેયર્સમાંની એક કંપની ટ્રાન્સએશિયા-અર્બા ગ્રૂપ દ્વારા આજે તેની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી નીમિત્તે જાહેર કરે છે કે તેની ઈન્ટરનેશનલ હેમેટોલોજી રેન્જ હવે અમદાવાદમાં ઉપલબ્ધ છે. યુરોપીયન આરએન્ડડી દ્વારા સમર્થિત, ૩-પાર્ટ ડિફરેન્શિયલ એનેલાઈઝર (૩પીડીએ)થી ૫-પાર્ટ ડિફરેન્શિયલ એનેલાઈઝર (૫પીડીએ) ફુલી ઓટોમેટેડ હેમેટોલોજી એનેલાઈઝર્સ, રિએજન્ટ અને કંટ્રોલ કે જેમાં અનેક વિશિષ્ટતાઓ છે કે જે સચોટ નિદાન માટે સંસ્થાઓ, ક્લિનિસિયન્સ અને લેબ ટેકનોલોજીસ્ટ્સને મદદ કરે છે.
અર્બા લાચેમા દ્વારા યુરોપમાં મેન્યુફેક્ચર (ટ્રાન્સએશિયાની ૧૦૦ ટકા માલિકીની પેટાકંપની) થયેલ એચ૩૬૦, એચ ૫૬૦ અને એલીટ ૫૮૦ હેમેટોલોજી એનેલાઈઝર્સનો યુરોપ અને વૈશ્વિક માર્કેટમાં બહોળો ઉપયોગ થાય છે. આ અંગે ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સ લિ.ના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝીરાણી,સિનિયર એડવાઈઝર અનિલ જોટવાની તથા બિઝનેસ યુનિટ હેડ એમ.ડી. પેથોલોજી, ડો. પ્રીત કૌર એ માહિતી અર્પિત .કરી હતી.
મીડિયાને સંબોધતા ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સ લિ.ના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝીરાણીએ કહ્યું હતું, ‘ટ્રાન્સએશિયા-અર્બા ગ્રૂપ ભારતને સ્વસ્થ અને ખુશ રાખવા પ્રતિબદ્ધ છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા અમને અહીં આજે અમારી હેમેટોલોજી રેન્જ રજૂ કરતા ગૌરવ થાય છે. વર્ષોથી, અમદાવાદ મેડિકલ ટુરિઝમના શહેર તરીકે ઓળખ પામ્યું છે કેમકે અહીં મોટી સંખ્યામાં હોસ્પિટલ્સ અને મેડિકલ સેન્ટર્સ આવેલા છે. આનાથી હેમેટોલોજી એનેલાઈઝર્સની આવશ્યકતામાં વધારો થતો રહે છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમકે બી જે મેડિકલ કોલેજ, વીએસ જનરલ હોસ્પિટલ, ગુજરાત રિસર્ચ એન્ડ કેન્સર ઈન્સ્ટીટ્યુટ, ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી) અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (આઈઆરસીએસ) વિવિધ પ્રકારના બ્લડ ડિસઓર્ડર્સનું નિદાન કરે છે.
આ ઉપરાંત અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ છે. ટ્રાન્સએશિયા વિવિધ સરકારી સહાયથી સંચાલિત કાર્યક્રમોમાં સામેલ રહે છે અને તેમાંથી એક હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેમણે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. ટ્રાન્સએશિયાના ઈન્સ્ટ્રુમેન્ટ્સ વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં ઈન્સ્ટોલ્ડ છે જ્યાં દરરોજ ૧૦૦૦થી વધુ સેમ્પલ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે.’
ગુજરાતમાં ટ્રાન્સએશિયાની હાજરી અંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી માલા વઝીરાણીએ કહ્યું હતું, ‘ભારત હેલ્થકેર પેરામીટરની ગુણવત્તા અને એક્સેસિબિલીટીમાં ૧૭૬ દેશોમાં ૧૪૫મા ક્રમે છે. સ્કીલ્ડ મેનપાવર અને ટેકનોલોજીસ સહિત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તાના મામલે નાના ગામો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ૭૦ ટકા લોકો માટે સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાન્સએશિયા ગુજરાતમાં ૨૫થી વધુ વર્ષોથી ઉપસ્થિત છે. અમારી પહોંચ માત્ર અમદાવાદ સુધી નથી પણ અમે રાજકોટ, ગોધરા, સુરત, મહેસાણા, બરોડા અને કચ્છમાં પણ અમારા સાધનો અને સર્વિસ ટીમ સાથે પહોંચ્યા છીએ. અમે સ્વદેશી વિકાસ અને ટેકનોલોજી સ્વીકાર પર લક્ષ આપીએ છીએ જેનાથી ડોમેસ્ટીક મેન્યુફેક્ચરીંગ દ્વારા કિફાયત રીતે નિદાન કરી શકાય.’
નવી લોન્ચ કરાયેલી રેન્જ અંગે ટ્રાન્સએશિયાના બિઝનેસ યુનિટ હેડ એમ.ડી. પેથોલોજી, ડો. પ્રીત કૌરે કહ્યું હતું, ‘વિશ્વભરમાં તેમની ગુણવત્તા, ચોક્સાઈ અને ઈઝ ઓફ ઓપરેશનથી સ્વીકાર્ય હેમેટોલોજી પ્રોડક્ટ્સની અર્બા રેન્જ ઈન્ડિયન ડાયોગ્નોસ્ટિક લેબ્સમાં ઓટોમેટેડ હેમેટોલોજી ટેસ્ટીંગનો સ્વીકાર વધારશે. આ રેન્જ ક્લીનીકલ ટેસ્ટીંગ અને લક્ષિત નિદાન માટેના યોગ્ય ઉપાયો આપે છે જે પિડિયાટ્રીક અને ગેરિયાટ્રીક પોપ્યુલેશન માટે લાભદાયી નીવડશે. અન્ય અનોખી વિશેષતાઓમાં એબનોર્મલ સેમ્પલ્સ, આરએફઆઈડી, લાર્જ કલર્ડ એલસીડી ટચ સ્ક્રીન, કસ્ટમાઈઝેબલ રિપોર્ટીંગ ફોર્મેટ, લેબોરેટરી ઈન્ફોર્મેશન સિસ્ટમ (એલઆઈએસ) સાથે જોડાવાની ક્ષમતા રિઝલ્ટ આઉટપુટ અને રેડી ટુ યુઝ રિએજન્ટ સામેલ છે. જે સાઈનાઈડ ફ્રી અને પર્યાવરણને અનુકૂળ હોય છે. લેબોરેટરીઝ અને પેથોલોજિસ્ટ્સ દ્વારા અનુભવાતા પડકારોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સએશિયા હેલ્થકેર પ્રોફેશનલ્સ (એચસીપી) પર દર્દીઓને ઉત્તમ શક્ય એવી સારવાર આપીને મદદ કરે છે.’
હેમેટોલોજી એનેલાઈઝર્સનો વ્યાપક ઉપયોગ દર્દી અને રિસર્ચ સેટીંગ્સ રોગ નિદાન અને મોનિટરીંગ માટે બ્લડ સેલના કાઉન્ટ અને તેને કેરેક્ટરાઈઝ કરે છે. બેઝિક એનેલાઈઝર્સ ૩-પાર્ટ ડિફરેન્શિયલ વ્હાઈટ બ્લડ સેલ (ડબલ્યુબીસી) કાઉન્ટ સાથે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (સીબીસી) આપે છે. સોફિસ્ટિકેટેડ એનેલાઈઝર્સ સેલ મોર્ફોલોજી માપે છે અને તે ભાગ્યે જ જોવા મળતી લોહીની સ્થિતિઓમાં નિદાન તેમજ સ્મોલ સેલ પોપ્યુલેશન્સનું નિદાન કરે છે.
રૂટિન પેરામીટર્સ ઉપરાંત નવી હેમેટોલોજી રેન્જ વધારાના પેરામીટર્સ જેમકે પ્લેટલેટ લાર્જ સેલ રેશિયો (પીએલસીઆર) અને પ્લેટલેટ લાર્જ સેલ કોન્સ્ટ્રેશન (પીએલસીસી) ઓફર કરે છે જે એડવાન્સ્ડ ઓટોમેટેડ હેમેટોલોજી એનેલાઈઝર્સ દ્વારા રિપોર્ટ કરાય છે. જેનાથી અસામાન્ય પ્લેટલેટ કાઉન્ટ્સના સંભવિત કારણો વિશે જાણી શકાય છે.એવું જોવામાં આવે છે કે આ દર્દીઓમાં મોટાભાગના લોકો એનેમિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, હેમોફિલિયા અને અને હેમોગ્લોબીનોપેથીસથી પીડાતા હોય છે. આ ઈન્સ્ટ્રુમેન્ટ્સ આમ ખાસ કરીને પશ્ચિમ બંગાળ પછી ગુજરાત માટે વધુ સંબંધિત સાબિત થશે કે જ્યાં થેલેસેમિક દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે.
સુરેશ વઝીરાણીએ વધુમાં જણાવ્યું હતું, ‘આઈઆરસીએસમાં દરરોજ ૧૫૦૦થી વધુ લોકોને એનેલાઈઝ કરવામાં આવે છે, જેમાં ૧૩ વર્ષથી વધુ વયના બાળકો પણ સામેલ છે. આ દર્શાવે છે કે ગુજરાતમાં વિવિધ હેમેગ્લોબીનોપેથીસનો ફેલાવો છે. ગુજરાત સરકાર પાસે ગુજરાતને થેલેસેમિયા મુક્ત કરવાનું મિકેનીઝમ છે અને ટ્રાન્સએશિયાના ઈન્સ્ટ્રુમેન્ટ્સ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’