અમૃતસર: અમૃતસરમાં દશેરાની ઉજવણી દરમિયાન ટ્રેનની અડફેટે આવતા મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ગયા હતા. મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી મોટા ભાગના ઉત્તરપ્રદેશ અને બિહારના માઇગ્રન્ટ વર્કરો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોની ઓળખવિધિ કરવામાં આવી ચુકી છે. હજુ સુધી સત્તાવારરીતે મોતનો આંકડો ૬૧ દર્શાવવામાં આવ્યો છે. તમામની ઓળખવિધિ થઇ ચુકી છે. જિલ્લા વહીવટીતંત્રમાં રહેલા અધિકારીઓ કહી ચુક્યા છે કે, ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી આવેલા મોટાભાગના માઇગ્રન્ટ વર્કરો અહીંના સ્ટોનના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નોકરી કર રહ્યા હતા. દશેરાની ઉજવણી જાવા માટે આ લોકો એકત્રિત થયા હતા. ઉજવણી વેળા મોટી સંખ્યામાં લોકો બિહાર અને ઉત્તરપ્રદેશના જ હતા. કારણ કે, આ બે રાજ્યોમાં જ દશેરાની ઉજવણી સૌથી ભવ્યરીતે કરવામાં આવે છે.
પ્રાથમિક રિપોર્ટ મુજબ બંને રાજ્યોના મજુરો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નોકરી કરવા માટે અહીં આવેલા છે. દરરોજ આજીવિકા મેળવે છે. જા કે, અકસ્માતમાં મોતનાં આંકડા અંગે અધિકારીઓએ કોઇ આંકડો આપ્યો નથી. ઉત્તરપ્રદેશમાં હરદોઈમાંથી ૪૦ વર્ષીય એક મજુરે વિગત આપતા કહ્યું છે કે, આ અકસ્માતમાં તેમને માથામાં ઇજા થઇ છે.
તેઓ ટ્રેક નજીક ઉભા ન હતા પરંતુ અન્ય લોકો મુખ્ય સ્ટેજથી આગળ ધકેલાતા તેમને ધક્કો વાગ્યો હતો. રાવણના પુતળા દહનના કાર્યક્રમ દરમિયાન આ બનાવ બન્યો હતો. ચાર બાળકોના પિતાને એક સંબંધી દ્વારા હોÂસ્પટલમાં લાવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીંત્ર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોની મદદ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. તેમના વતન રાજ્યમાં મૃતદેહો મોકલવામાં આવી રહ્યા છે. શનિવાર સવારથી જ મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક ઉપર જમા થયા છે અને સતત દેખાવો કરી રહ્યા છે.