ચંદીગઢ: પંજાબના અમૃતસર નજીક ટ્રેન અકસ્માત થયા બાદ ભારે હાહાકાર મચી ગયો હતો. ચારેબાજુ લાશો નજરે પડી રહી હતી. ચારેબાજુ ભાગતા લોકો દેખાયા હતા. પોતાના સગા સંબંધીને અન્યો હતાશામાં જાઇ રહ્યા હતા અને શોધી રહ્યા હતા. દુર દુર સુધી ચીસો સંભળાઇ રહી હત. ફટાકડાના અવાજ વચ્ચે થોડાક સમયમાં જ માતમ છવાઇ ગયો હતો. મોત બનીને ટ્રેન લોકોના ઉપરથી પસાર થઇ ગઇ હતી. મિનિટોના ગાળામાં જ કેટલીક જિન્દગી ખતમ થઇ ગઇ હતી. ઘટનાસ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાઇ ગયા હતા. કેટલાક લોકોએ કહ્યુ હતુ કે બે ટ્રેનોની અડફેટે લોકો આવી ગયા છે. જા કે આ અહેવાલને સીપીઆરઓ દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ એ ક્ષેત્રમાં એક ટ્રેન પસાર થઇ હતી.
પંજાબ સરકાર અને સંબંધિત વિભાગમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. ઉત્તરીય રેલવેના સીપીઆરઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પુતળુ ૭૦-૮૦ મીટરનુ બનાવવામાં આવ્યુ હતુ. આગ લગાવી દીધા બાદ જ્યારે પુતળુ પડ્યુ ત્યારે ઉપÂસ્થત લોકો પૈકી ઘણા લોકો પોતાને બચાવવા માટે રેલવે ટ્રેક પર દોડ પડ્યા હતા. એજ વખતે ટ્રેન પુર ઝડપે અહીંથી પસાર થઇ રહી હતી. જેથી લોકો મોટી સંખ્યામાં ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
પંજાબના અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૭૧ ઉપર પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. જૈ પૈકી કેટલાક ગંભીર છે. મોતનો આંકડો વધી શકે છે. ટ્રેન અકસ્માતના મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ કરવામાં આવી ચુક્યો છે.