અમૃતસર : પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના થયા બાદ મોતના આંકડાને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. એમ્બ્લન્સમાં સેવા બજાવતા કેટલાક લોકોનં કહેવું છે કે, સત્તાવારરીતે જે મોતનો આંકડો આપવામાં આવ્યો છે તે કરતા મોતનો આંકડો આ અકસ્માતાં ખુબ મોટો છે. જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, ઘટનાસ્થળથી હોÂસ્પટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં મૃતદેહને લઇ જવા માટે ૩૦થી વધુ એમ્બ્યુલન્સની સેવા લેવામાં આવી હતી. ડ્રાઇવરો કહેવં છે કે, આ ૩૦ ડ્રાઇવરો પૈકીના દરેકે મોડી રાત્રે એક વાગ્યા સુધી ઓછામાં ઓછા ત્રણ મૃતદેહોને લઇને સતત સેવા આપી હતી. ૧૦ મૃતદેહો પણ ઘણી ગાડીમાં મુકાયા હતા. અધિકારીઓના આંકડા મુજબ આ આંકડો ખુબ મોટો છે.
અંતિમ સંસ્કારના સ્થળે પણ મૃતકોની સંખ્યા ખુબ વધારે દેખાઈ હતી. જા કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, અકસ્માતમાં ૬૧ લોકોના મોત થયા છે અને ૬૦થી વધુ લોકો જુદી જુદી જગ્યાએ સારવાર હેઠળ છે. ડ્રાઇવરોના કહેવા મુજબ ૩૦ ડ્રાઇવરોએ એક વાગ્યા સુધી ઓછામાં ઓછા ત્રણ મૃતદેહો સાથે ટ્રાન્સપોર્ટેશનની પ્રક્રિયા ચલાવી હતી. કેટલીક એમ્બ્યુલન્સમાં ૧૦થી પણ વધુ મૃતદેહ મુકાયા હતા. આંકડો બિનસત્તાવારરીતે ૧૦૦થી ૧૫૦નો પણ આંકવામાં આવી રહ્યો છે પરંતુ સત્તાવારરીતે મોતનો આંકડો હાલમાં ૬૧ દર્શાવવામાં આવી રહ્યો છે. સામૂહિકરીતે અંતિમ સંસ્કારની પ્રક્રિયા ચાલી રહી છે.
પંજાબ ટ્રેન દુર્ઘટનાને લઇને તપાસ નો દોર ચાલી રહ્યો છે. લાપરવાહી દર્શાવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રેલવે દ્વારા વિભાગીય તપાસ ચાલી રહી છે જ્યારે મુખ્યમંત્રી અમરિન્દરસિંહ દ્વારા મેજિસ્ટ્રેરિયલ તપાસનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. રેલવેની કોઇ ભુલ છે તેમાં પણ તપાસ શરૃ થઇ ચુકી છે.