દીપિકા પાદુકોણ ની આગામી મૂવી છપાકની આતુરતાથી બધા રાહ જોવાઇ રહી હતી ત્યારે ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ
કરવામાં આવ્યું છે. આ મૂવી એસિડ અટેક પર આધારિત પીડિતા લક્ષ્મી અગ્રવાલ પર છે આ મુવી 10-જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થશે.
છપાકને લઇને ચર્ચાઓ હતી કે દીપિકા પાદુકોણ આ મૂવીમાં આવનારી છે, તો લોકો ત્યારથી જ એકસાઇટેડ હતા આ મૂવી જોવા માટે. આ મુવી એક રીયલ લાઇફ પર આધારિત છે એક એવી છોકરી પર આધારિત છે જે એસિડ વિકટીમ છે જેનું નામ છે, લક્ષ્મી અગ્રવાલ. આ છપાક મુવીમાં લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવી રહી છે દીપિકા પાદુકોણ.
જ્યારે લક્ષ્મી અગ્રવાલની લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે જયારે 15 વર્ષની હતી ત્યારે, તેમની સાથે આ ઘટના ઘટી હતી, એક 35 વર્ષના ગુડ્ડુ નામના ઇસમે પોતાના મિત્ર સાથે મળી તેમના ચહેરા પર એસિડ ફેક્યું હતું. તેમણે એ સમયે હિમ્મત કરી પોતાના પરિવાર સાથે મળી તેને સજા અપાવી હતી.