મુંબઈ : સંગીત, નાણાં અને તોફાન! આ જીવલેણ સંયોજન ગુનાખોરીની દુનિયામાં નિમ્માને પ્રેરિત કરે છે. જિયોહોટસ્ટાર દ્વારા તેમની આગામી સિરીઝ ‘કન્નેડા’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર 21મી માર્ચ, 2025ના રોજ જારી કરવામાં આવ્યું હતું. સિરીઝ જાર પિક્ચર્સ દ્વારા નિર્મિત અને ચંદન અરોરા દિગ્દર્શિત છે. કન્નેડા એવી દુનિયા છે, જ્યાં કોઈને ખુલ્લા હાથે આવકારવામાં આવતા નથી, પરંતુ દરેકને હયાતિ માટે લડવાનું છે અને ક્રૂર ગલીઓ તને જીવવા દેતી નથી.
નિમ્મા તરીકે પરમિશ વર્મા સાથે કન્નેડા સઘન એકશન, ડ્રામા અને અણધાર્યા વળાંકોથી ભરચક છે. શોમાં મહંમદ ઝીશાન અય્યુબ, રણવીર શોરી, અરુણોદય સિંહ, આદર મલિક અને જાસ્મિન બાજવા સહિતના કલાકારો છે.
પરમિશ વર્મા કહે છે, “કન્નેડા વાર્તાથી પણ વિશેષ છે. તે સંઘર્ષ, મહત્ત્વાકાંક્ષા અને વિદેશમાં રહેતા અસંખ્ય ભારતીયોનાં સપનાંનું પ્રતિબિંબ છે. નિમ્માનો પ્રવાસ મારે માટે એકદમ અંગત છે, કારણ કે ઘણી રીતે મને પોતાને જીવનમાં બહારી હોય તેવું મહેસૂસ થયું. જોકે નિમ્માની દુનિયા વધુ ગાઢ છે, જ્યાં હયાતિ અને સત્તા માની નહીં શકાય તે કિંમતે આવે છે. તેને ભજવવાનું ફક્ત ભૂમિકા નહોતી, પરંતુ પાત્રમાં પોતાને સંપૂર્ણ ઢાળવાની તક હતી, જેને જીવંત કરવાનું મને બહુ ગમ્યું. હું મારા પાત્રમાં સંપૂર્ણ ડૂબી જાઉં છું અને હું નિમ્માને એટલો જીવ્યો અને શ્વસન કર્યો કે કન્નેડા પછી મેં કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો નહોતો. આ શો માટે મને બહુ ગૌરવ છે અને જિયોહોટસ્ટાર પર કન્નેડાની ભાવના, ઉચ્ચ દાવ અને એકધારી સઘનતા દર્શકો જુએ તેની ઉત્સુકતા છે.’’
જાસ્મિન બાજવા કહે છે, “કન્નેડા સઘન, વિચારપ્રેરક વાર્તા છે, જે મહત્ત્વાકાંક્ષા અને તેનાં પરિણામોની ખોજ કરે છે. હર્લીન પાત્ર રીતે એવી યુવતી છે જે નિમ્મા સાથે પ્રેમ કરે છે અને તેના પ્રવાસમાં ત્યાં સુધી ટેકો આપે છે જ્યાં સુધી કશું ખોટું નહીં થાય. હર્લીનનું પાત્ર આસાન લાગે છે, પરંતુ તે પોતાની સમસ્યાઓ અને સંઘર્ષ છે, જેની સામે તે લડે છે. આવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાનો અનુભવ અદભુત હતો. આ રોમાંચક સવારી રહી હતી,સ જે દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે. હું જિયોહોટસ્ટાર પર બધા જ તે જુએ તે જોવા ઉત્સુક છું!”
મહમદ ઝીશાન અય્યુબ કહે છે, “કન્નેડાની દુનિયા ક્રૂર છે અને મારું પાત્ર નિમ્માના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ વાર્તા ઘનતા અને ભાવનાઓથી ભરચક છે. પરમિશ અને ટીમના અન્યો સાથે કામ સમૃદ્ધ અનુભવ હતો અને મને ખાતરી છે કે દર્શકો આ વાર્તામાં અમે ગૂંથેલા ડ્રામા અને સસ્પેન્સના લેયરની સરાહના કરશે. હું સર્વ પ્રતિભાશાળી કલાકારો સાથે ભાગીદારી કરવા અને આ વાર્તાને જીવંત કરવા માટે જિયોહોટસ્ટારનો આભારી છું.’’
રણવીર શોરે ઉમેરે છે, “કન્નેડા હિજરત, રાજકારણ, ગુનાખોરી અને સંગીતના સંગમમાં સ્થાપિત વાર્તા છે. પટકથા આજે સમાચારમાં છે તે થીમમાં ડોકિયું કરે છે અને મારું પાત્ર વાર્તારેખામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ટ્રેલર આ શોની ભાવના અને રહસ્યની ઝાંખી મઢી લે છે. હું જિયોહોટસ્ટાર પર દર્શકો તે અનુભવે એ માટે રોમાંચિત છું.’’
તો સત્તા, હયાતિ અને ઓળખની રોચક વાર્તા જોવા માટે તૈયાર રહો. જોતા રહો જિયોહોટસ્ટાર પર કન્નેડા, 21મી માર્ચ, 2025થી આરંભ, આ સવારી ચૂકશો નહીં, તમારા કેલેન્ડરમાં તિથિ પર નિશાન કરી રાખજો!
જિયોહોટસ્ટાર વિશે
જિયોહોટસ્ટાર ભારતનું અવ્વલ સ્ટ્રીમિંગ મંચ છે, જે જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટારના એકત્ર આવવા સાથે રચાયું છે. અસમાંતર કન્ટેન્ટ કેટલોગ, ઈનોવેટિવ ટેકનોલોજી અને પહોંચક્ષમતા પ્રત્યે કટિબદ્ધતા સાથે જિયોહોટસ્ટારનું લક્ષ્ય ભારતમાં દરેક માટે મનોરંજનની નવી વ્યાખ્યા કરવાનું છે.