પહેલી સપ્ટેમ્બરના દિવસથી ટ્રાફિકના નવા નિયમો દેશમાં અમલી કરવામાં આવ્યા બાદથી ભારે હોબાળો થયેલો છે. લોકોની નારાજગી અને અતિ કઠોર જોગવાઇ ઓને ધ્યાનમાં લઇને લોકોની નારાજગીને ટાળવા માટે ગુજરાત સહિતના દેશના કેટલાક રાજ્યો તો આ દિશામાં આગળ વધવા ખચકાટ અનુભવ કરી રહ્યા છે. મોટા ભાગના રાજ્યો આ કઠોર ટ્રાફિકના નિયમોને લઇને સમીક્ષા કરવાના સંકેતો આપી ચુક્યા છે. પહેલી સપ્ટેમ્બરના દિવસે મોટર વીહકલ એક્ટ કાયદામાં કરવામાં આવેલા સુધારાને દેશમાં અમલી કરવામાં આવ્યા હતા.
આમાં સજાની જોગવાઇ ઓ ખુબ કઠોર કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ ડ્રાઇવર ભયના કારણે ટ્રાફિક નિયમોનો ભંગ ન કરે તે રહેલો છે. ટ્રાફિક નિયમોને નિયમિત રીતે ડ્રાઇવરો પાળે તે પણ આની પાછળનો હેતુ છે. જુદા જુદા સુધારામાં કલમ ૧૯૯-એને જોડવાની બાબત સૌથી ચોંકાવનાર છે. આનો મુખ્ય ઉદ્ધેશ્ય કિશોરોને દુર્ઘટનાથી બચાવવા માટેનો રહેલો છે. આના મુજબ જા કોઇ કિશોર દ્વારા મોટર વ્હીકલ એક્ટની કોઇ જોગવાઇ નો ભંગ કરવામાં આવે છે તો તેમ માનવામાં આવશે કે આ નિયમોનો ભંગ કિશોરે નહીં બલ્કે વાહન માલિક દ્વારા કરવામાં આવ્યો .
આના મુજબ જ તેને સજા પણ થનાર છે. આનો સીધો અર્થ એ થાય છે કે કોઇ વાહનને ચલાવતી વેળા કોઇ કિશોરની ભુલથી કોઇને ટક્કર વાગી જાય તો તેની સજા વાહનના માલિકને મળશે અને. આની સાથે સાથે નવા કાયદામાં એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે વાહનના માલિકને ત્રણ વર્ષના કારાવાસ અને ૨૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવનાર છે. કોર્ટ એ બાબતને સ્વીકાર કરશે કે કિશોરને વાહન તેના વાહન માલિકની મંજુરી સાથે જ આપવામાં આવ્યા છે. વાહન માલિકને આ બાબત પણ સાબિત કરવાની રહેશે કે તેના દ્વારા પુરતી સાવધાની રાખવામાં આવી હતી.
ધ્યાન રાખવા જેવી બાબત એ પણ છે કે મોટર વ્હીકલ એક્ટમાં વાહન માલિક દ્વારા અનધિકૃત વ્યક્તિ જેમ કે લાયસન્સ વગર વાહન ચલાવનાર વ્યક્તિ અથવા તો તે વ્યક્તિ જે લાયસન્સ મેળવી લેવા માટે યોગ્યતા ધરાવતા નથી તે વ્યક્તિને વાહન ચલાવવા માટેની મંજુરી આપવી એક પ્રકારથી અપરાધ તરીકે છે. તમામ જાણકાર લોકો માની રહ્યા છે કે વાહન ચલાવતી વેળા એક કિશોર દ્વારા કરવામાં આવેલી ભુલની સજા વાહનના માલિકને આપવાની બાબત યોગ્ય નથી. આ એક ખામીયુક્ત સિદ્ધાંત છે. આ ઉપરાંત આટલી જંગી રકમ દંડ તરીકે કરવાની બાબત પણ લોકોના ગલે ઉતરે તેમ નથી. પરોક્ષ રીતે કોઇ અન્યને દોષિત ગણવાની બાબત પણ યોગ્ય નથી. કિશોરના અપરાધના વિરુદ્ધ સજા કરવાના સ્વરૂપમાં નુકસાનની ભરપાઇને યોગ્ય ગણી શકાય છે. વાહન માલિક અને કિશોરના સંબંધના સજાની બાબત યોગ્ય દેખાઇ રહી નથી. કેટલીક જોગવાઇ ને તર્કસંગત બનાવી દેવાની તાકીદની જરૂરિયાત દેખાઇ રહી છે.
મોટર વ્હીકલ એક્ટ(એમેન્ડમેન્ટ)-૨૦૧૯ના નવા નિયમો અને જોગવાઇ ઓ પહેલી સપ્ટેમ્બરના દિવસે અમલી કરવામાં આવ્યા બાદ દેશના મોટા ભાગના રાજ્યોમાં આની સામે સામાન્ય લોકો દ્વારાવાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મોટર વ્હીકલ એકટમાં સુધારો કરીને નવા નિયમો અને જોગવાઇ ઓ વધુ આકરા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને દંડનીય જોગવાઇ વધુ પડતી અને એકદમ આકરી હોઇ વાહનચાલકોમાં પહેલા જ દિવસથી ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. હેલ્મેટ નહી પહેરવા બદલ એક હજાર, સીટ બેલ્ટ નહી પહેરવા બદલ એક હજાર અને લાઇસન્સ વિના ડ્રાઇવીંગ કરવા બદલ પાંચ હજાર સુધીના આકરા દંડની જોગવાઇ ઓ લાગુ થઇ ગઇ છે. તો, હવે દારૂ પીને ગાડી ચલાવવા પર ૧૦ હજારનો દંડ થશે અને વાહનનો વીમો ન હોવા પર ૨,૦૦૦ રૂપિયા પેનલ્ટી લાગશે. દંડની આટલી જંગી રકમ નિયમોના ભંગમાં લાગુ કરવાની બાબત પણ ગળે ઉતરી રહી નથી. કારણ કે આટલી રકમ સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ તરત ચુકવી શકવાની સ્થિતીમાં દેખાશે નહીં.