પરંપરાગત અરાવણ પૂજા શક્તિ…અસ્તિત્વ કે અહેસાસ કીમાં જીવન લાવે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સામાજિક નિયમો સાથે લડતાં અને કિન્નરોને ગૌરવપૂર્ણ જીવન આપવાની આશા સાથે, કલર્સનું શક્તિ….અસ્તિત્વ કે અહેસાસ કી પોતાના જકડી રાખનાર વર્ણન સાથે ઉપર જઇ રહેલ છે. મુખ્ય પાત્રો  સૌમ્યા અને હરમન તરીકે રુબિના દિલાઇક અને વિવિઅન ડીસેનાનું નિરૂપણ કરતો,ખૂબ જ પસંદ કરવામાં આવનાર શો હવે તેઓના સબંધના પાયા હચમચાવવાના જોખમ રૂપ નવા ટ્રેક ખૂંદી રહેલ છે.

તેઓના પ્રેમના ઊંડાણની ચકાસણી કરતો અરાવણ પૂજામાં ભાગ લેવાનો સૌમ્યાનો નિર્ણય છે. જેમ છે તેમ જ સૌમ્યાનો સ્વીકાર કરનાર, હરમન કિન્નર સમુદાયની પૂરાણી પરંપરાઓ પર પ્રકાશ પાડનાર પૂજાની વિરૂદ્ઘ છે. આ અત્યંત અગત્યની સીકવન્સ માટે, ખરાપણાંને જાળવવા તથા સીનને વાસ્તવિક લાગે તેમ નિરૂપિત કરવા ૭૦ સાચા કિન્નરોને ઉતારવામાં આવેલ છે. વધુમાં, શોના નિર્માતાઓએ ખૂબ જ ગ્લેમરસ રુષ્નિા માટે સુંદર વેશભૂષા પસંદ કરી છે. તેણી અનુષ્કા શર્મા દ્વારા પોતાના લગ્નસમયે પહેરવામાં આવેલી તેનાથી પ્રેરીત –  એક ભારે, લાલ બનારસી સાડી પહેરે છે.

સૌમ્યાનું પાત્ર ભજવતી, રુબિના દિલાઇકે એમ કહેતા આનું વર્ણન કર્યું, “અરાવણ ભગવાન સાથે વિવાહના પ્રતીક રૂપે, પૂજા કિન્નર સમુદાય માટે એક પ્રતીકાત્મક રીવાજ છે જયાં તેઓ પોતાના પછીના જીવનોમાં સ્ત્રી તરીકે જન્મ લેવાની પ્રાર્થના કરે છે. સૌમ્યા હરમનજી સાથેનો પોતાનો સબંધ અમર રહે તેમ ઇચ્છે છે પણ તેણીને એ ખબર નથી કે આ પૂજા વાસ્તવમાં તેણીની પાસે જે પ્રેમ અને આદર અગાઉથી છે તેને માટે જોખમ રૂપ છે. વધારવામાં આવેલ કાસ્ટ સાથે શૂટિંગ કરવાનું પોતાની રીતે પડકારરૂપ અને પ્રેરણાત્મક છે, આ ચોકકસપણે શોમાં અત્યાર સુધી અમે ફિલ્માવેલ હોય તેવી સૌથી અગત્યની સીકવન્સ હતી.”

વધુ જાણવા માટે, દર સોમવારથી શુક્રવાર રાત્રે ૮ કલાકે જોડાયેલા રહો ,શક્તિ…અસ્તિત્વ કે અહેસાસ કી સાથે ફક્ત કલર્સ પર

Share This Article