એમ કહેવામાં આવે છે કે દુશ્મનના દુશ્મન દોસ્ત હોય છે. આ બાબત હવે વૈશ્વિક સંબંધોમાં પણ નજરે પડી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અમેરિકી ભૂમિકાને લઇને હાલમાં જ ચીની પ્રમુખ શી ઝિનપિંગે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે તેમના વતન નગર સેન્ટ પીટર્સબર્ગમાં વાતચીત કરી હતી. ટ્રેડ વોરની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે રશિયા અને ચીન એકબીજાની વધુ નજીક આવી રહ્યા છે. આર્થિક ક્ષેત્રના નિષ્ણાંત લોકો કહી રહ્યા છે કે અમેરિકાની સામે ગઠબંધન બનાવી તેના પર દબાણ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. શી અને પુટિન વચ્ચેની વાતચીતને અમેરિકાની સામે ઉભરતા ગઠબંધન તરીકે જાવામાં આવે છે. રશિયા વર્ષોથી અમેરિકાના પ્રતિબંધના કારમે મુશ્કેલીમાં છે.
અમેરિકાના પ્રતિબંધોનો સામનો રશિયા કરે છે જેથી તેની પણ કેટલાક પાસામાં મજબુરી દેખાઇ રહી છે. જ્યારે ચીને હવે અમેરિકાના પ્રતિબંધનો સામનો કર્યો છે. આવી સ્થિતીમાં આ ગઠબંધન વેપાર યુદ્ધ અથવા તો ટ્રેડ વોરને હવા આપી શકે છે. પુટિને કહ્યુ છે કે જે દેશોએ મુક્ત વેપાર અને ખુલ્લી સ્પર્ધાના સિદ્ધાંતો માટે પ્રચાર કરી ચુક્યા છે તે આજે વેપાર યુદ્ધ અને પ્રતિબંધની ભાષા બોલી રહ્યા છે. આ કોઇ નવી વાત નથી કે અમેરિકા કઇ રીતે પોતાની આર્થિક નીતીને મજબુત કરે છે. ચીને હજુ સુધી તેની અપેક્ષાઓને પૂર્ણ કરી છે. આવી સ્થિતીમાં દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાની સાથે અને એશિયામાં વધતી લશ્કરી સૈન્ય શક્તિની સાથે રશિયા લાંબા ગાળાની યોજના બનાવીને વ્યુહાત્મક સંબંધોની અપેક્ષા કઇ રીતે રાખી શકે છે. થોડાક સમય પહેલા સુધી ચીન, રશિયાની નજીક આવતા ખચકાટ અનુભવ કરતુ હતુ. પરંતુ રશિયા દ્વારા વેપાર યુદ્ધ છેડાઇ ગયા બાદ વલણ બદલાઇ ગયુ છે.
ચીનની દુરસંચાર કંપની હુવાવેની સામે અભિયાન ચલાવનાર અમેરિકાની સામે ુબા રહેલા ચીનને પોતાની તરફેણમાં કરવા માટે રશિયાને હવે તક મળે છે. શી ગયા સપ્તાહમાં સેન્ટ પીટર્સબર્ગમાં પહોંચ્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. રશિયાની ત્રણ દિવસની યાત્રા પહેલા શીએ કહ્યુ હતુ કે પુટિન તેમના સૌથી નજીકના અને વિશ્વાસ સાથી તરીકે છે. ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેલીએ કહ્યુ છે કે ચીન અને રશિયા વચ્ચેના સંબંધોને મજબુત કરવાની બાબત સમયની માંગ છે. સાથે સાથે દુનિયાના અન્ય દેશોની જરૂરિયાત પણ છે. રશિયા લાંબા સમયથી દક્ષિણ પૂર્વમાં વેપાર અને રોકાણની શક્યતા તપાસે છે. પરંતુ વર્ષ ૨૦૧૪માં યુક્રેનના સંકટ બાદ મોસ્કો માટે એક ગ્લોબલ પાર્ટનર તરીકે ચીનનુ મહત્વ હવે વધી ગયુ છે. પૂર્વીય યુક્રેન અને ક્રિમિયામાં સંઘર્ષ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર કેટલાક પ્રકારના પ્રતિબંધ લાગી દીધા હતા. ચીની સાથે આ સંબંધોને રચનાત્મક તરીકે ગણાવીને રશિયાના ખાનગી બેંક આલ્ફાના નિષ્ણાંતો કહે છે કે રશિયાને આવા સહકારની જરૂર છે જે તેની સાથે રાજકીય અને અન્ય રીતે સાથે રહી શકે. આર્થિક સહકાર કરી શકે તેવા સાથીની રશિયાને જરૂર હતી. ચીનમાં આ બાબત દેખાય છે.
દાખલા તરીકે રશિયાના ક્રિમિયાના યુક્રેની દ્ધિપ પર અધિકારના દાવાને માનવા ચીને ઇન્કાર કર્યો છે. જા કે અમેરિકા સાથે વેપાર યુદ્ધ છેડાઇ ગયા બાદ ચીને રશિયાની નજીક જવા માટે ઉત્સુક છે. એશિયન દેશોની સાથે રશિયાના સારા અને વેપાર સંબંધોની વાત અમેરિકાને ક્યારેય હજમ થઇ નથી. ભલે તે ચીન અને સિરિયાની સાથે હોય. અથવા તો અન્ય કોઇ દેશની સાથે હોય. આની પાછળ અમેરિકાની વેપાર નીતિ, તેલ અને હથિયારોના પુરવઠાની વાત સામેલ રહેલી છે. ક્રેમલિનના કહેવા મુજબ રશિયા અને ચીન વચ્ચે વેપાર છેલ્લા વર્ષમાં ૨૫ ટકા સુધી વધીને ૧૦૮ અબજ ડોલરની આસપાસ પહોંચી ગયો છે. અલબત્ત આના કેન્દ્રમાં તેલની ઉંચી કિંમતો કારણરૂપ છે. રશિયાના નાણાં પ્રધાન સિલુઆનોવે કહ્યુ છે કે હુવાવેને લઇને સ્પર્ધાની લડાઇ છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે હુવાવેના સાધનો પશ્ચિમી દેશોની જાસુસીમાં સહાયક પુરવાર થઇ શકે છે. અમેરિકાએ તો નવી પેઢીને ફાઇવ જી રૂપમાં વાયરલેસ નેટવ‹કગ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવનાર હુવાવેને આગળ વધતા રોકી દેવાની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ રશિયાની સૌથી મોટી દુરસંચાર કંપની એમટીએસે ફાઇવ જી નેટવર્ક માટે તેની સાથે સમજુતી કરી છે.