ટ્રેડ વોરથી ફાયદો થશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આર્થિક લડાઇ ચાલી રહી છે. જેના કારણે દુનિયાના દેશો હેરાન થયેલા છે. જાણકાર નિષ્ણાંતો અને આર્થિક પંડિતો સારી રીતે જાણે છે કે આ આર્થિક લડાઇનુ મુખ્ય કારણ રાજકીય છે. બંને દેશો વચ્ચે વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટેની એક પ્રકારની સ્પર્ધા છે. ભારત અથવા તો અન્ય કોઇ દેશ આને રોકવાની સ્થિતીમાં નથી. પરંતુ કેટલાક એવા ઉપાય છે જેના કારણે ભારત અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક લડાઇનો લાભ લઇ શકે છે. વેપાર શરતોને વધારે ઉદાર બનાવીને ભારત જોરદાર રીતે લાભ ઉઠાવી શકે છે. જો અમેરિકા ચીનમાંથી આયાત કરવામાં આવતી ચીજો પર ડ્યુટીને લઇને મંજુરીની મહોર મારી દેશે તો અમેરિકી ગ્રાહકોને ચોક્કસપણે મોંધવારીનો સામવો ચોક્કસપણે કરવો પડશે.

પરંતુ આ પગલાના કારણે ચીન પર અનેક ગણી માઠી અસર થશે. સાથે સાથે જેઝટીઇ જેવી મોટી કંપનીઓ દેવાળુ ફુંકી શકે છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી સંરક્ષણવાદની લહેર ભારત માટે હાનિકારક છે. આના કારણે ભારતમાં રોકાણમાં બ્રેક વાગશે. મોંઘવારીમાં વધારો થશે અને ઇનોવેશનની ગતિ પણ ધીમી થઇ જશેય. ચીનની લોકપ્રિય ટેલિકોમ કંપની જેડટીઇ દ્વારા નવમી મેના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકી પ્રતિબંધ  તેના પર અમલી થશે તો તે પોતાની ચીજોને રોકવા માટે મજબુર બની જશે. આ પહેલા અમેરિકાએ એક યાદી જાહેર કરીને ચીનમાંથી આયાત થનાર ૧૩૦૦ વસ્તુઓ પર ૨૫ ટકા ડ્યુટી વધારી દેવાની ઓફર કરી હતી. બંને મામલામાં ધમકી મળ્યા બાદ અમેરિકાની સરકારે નિર્ણયો હાલમાં ટાળી દીધા છે. એમ કહેવામાં આવે છે કે અમેરિકા-ચીન વેપાર મંત્રણા બાદ અમેરિકા દ્વારા કોઇ નવા પગલા લેવામાં આવનાર છે.

બીજી બાજુ યુરોપિયન યુનિયને કહ્યુ છે કે જા અમેરિકા આયાત ડ્યુટી ઇયુ પર લગાવશે તો તે જડબાતોડ જવાબ આપશે. હવે ભારત સરકારની સામે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી આર્થિક લડાઇનો લાભ લેવાની તક રહેલી છે. સામાન્ય રીતે આ પ્રકારના યુદ્ધની વિશ્વ પર નકારાત્મક અસર થાય છે. જ્યારે માર્ચ મહિનામાં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ડ્યુટી લાગુ કરી હતી ત્યારે તે માત્ર ચીન પર નહીં બલ્કે અમેરિકાને નિકાસ કરનાર તમામ દેશો પર ડ્યુટી લાગુ થઇ ગઇ હતી. ભારતીય સ્ટીલ અમેરિકામાં ખુબ ઓછા પ્રમાણમાં નિકાસ થાય છે જેથી  ભારત પર તેની કોઇ વધારે અસર સ્થાનિક બજારમાં થઇ ન હતી. પરંતુ મેક અમેરિકા ગ્રેટ અગેઇનના કારણે જા અમેરિકા ટેક્સટાઇળ અને દવા જેવી મહત્વપૂર્ણ ભારતીય ચીજો પર ડયુટી વધારી દેવાની શરૂઆત કરે છે તો અમારી અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકુળ અસર થનાર છે. જ્યાં સુધી ચીન અને અમેરિકાની વાત છે તો જંગમાં બન્ને ઘાયલ થશે. પરંતુ તમામ લોકો જાણે છે કે અમેરિકા હાલમાં ચીન કરતા વધારે સારી સ્થિતીમાં છે. કારણ એ છે કે ચીનની અર્થવ્યવસ્થા નિકાસ પર ટકેલી છે. આ નિકાસ પૈકી ૧૮ ટકા હિસ્સો સીધી રીતે અમેરિકા જાય છે.

Share This Article