૧ જાન્યુઆરી ૨૦૨૩થી એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી દેશભરના વેપારીઓએ આંદોલન કરવાનો ર્નિણય લીધો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના બેનર હેઠળ વેપારીઓ ઈ-કોમર્સ અને જીએસટીને લઈને આંદોલન કરવાના છે. આ સંદર્ભમાં CAIT દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ત્રણ વર્ષથી વધુ સમય પછી પણ કેન્દ્ર સરકાર ઇ-કોમર્સ નીતિ અને ઇ-કોમર્સ નિયમોને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ લાવવામાં સક્ષમ નથી, જ્યારે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ સતત તેનું પાલન કરી રહી છે. આ નીતિનું સરકારના નાક નીચે ઉલ્લંઘન થઈ રહ્યું છે. હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
CAIT કહે છે કે, આ મામલામાં માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ રાજ્ય સરકારો વધુ દોષિત છે. કારણ કે વેપાર એ રાજ્યનો વિષય છે અને વિદેશી ઈ-કોમર્સ કંપનીઓના હાથે GSTની આવકમાં ભારે નુકસાન છતાં રાજ્ય સરકારો મૂક પ્રેક્ષક બનીને રહી છે. અને તેમની સાથે વિવિધ પ્રકારના એમઓયુ પર હસ્તાક્ષર કરીને ખબર નહીં શું કામ કરી રહ્યા છે. આજે જે ગતિએ વસ્તુઓ આગળ વધી રહી છે તેના કારણે દેશના કરોડો વેપારીઓમાં ઘણી નિરાશા અને હતાશા છે. જેના કારણે દેશભરના વેપારીઓની પીડા જણાવવા માટે, CAIT એ આજે ઈ-કોમર્સ સુવ્યવસ્થિત કરવા અને GST ટેક્સ માળખાના સરળીકરણ અને તર્કસંગતીકરણ પર દેશમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી દેશભરમાં એક મોટું રાષ્ટ્રીય ચળવળ શરૂ કરવાની જાહેરાત કરી છે.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દેશનો વેપારી સમુદાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સમર્થક અને પ્રશંસક છે, કારણ કે તેઓ હંમેશા સ્થાનિક વ્યાપારી સશક્તિકરણ, વેપાર કરવાની સરળતા, સરળીકરણના પ્રબળ હિમાયતી રહ્યા છે. પરંતુ તે ખૂબ જ અફસોસની વાત છે કે અધિકારીઓ વડાપ્રધાનના આદેશ તરફ આગળ વધી રહ્યા નથી, જેના પરિણામે આજ દિન સુધી દેશમાં ઈ-કોમર્સનો ધંધો છે પરંતુ તેમા કોઈ નીતિ કે નિયમ નથી. જાણકારી મળી છે કે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળના બંને ઈ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટ ઘણા સમયથી તૈયાર છે. પરંતુ નોકરશાહીના કારણે તે ફાઈલો ધૂળ ખાઈ રહી છે. CAIT આ ગંભીર મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને એક મેમોરેન્ડમ પણ આપશે અને એપોઇન્ટમેન્ટ માટે પણ પૂછશે.
CAITનું કહેવું છે કે, ૧ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી દેશભરના વેપારી સંગઠનો એક રાષ્ટ્રીય ઈ-મેલ ઝુંબેશ શરૂ કરશે. જે અંતર્ગત વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ભારતના ઈ-કોમર્સ બિઝનેસમાં ઝેર ઓકવાને કારણે દેશના વ્યાપારી સમુદાયની મુશ્કેલી અને તકલીફોને સમજવાની માંગને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો અને તમામ રાજકીય પક્ષોને મોટી સંખ્યામાં ઈમેઈલ મોકલવામાં આવશે. ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે, ‘દેશભરના વેપારીઓ ૧૦ જાન્યુઆરીને ઈ-કોમર્સ અસમાનતા મુક્ત વેપાર દિવસ તરીકે ઉજવશે અને દેશભરના વેપારી સંગઠનો આ દિવસે મોટા સ્તર પર ધરણા યોજી કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટ્રેડર્સ ચાર્ટરને સ્વીકારવા અને તેનો અમલ કરવા વિનંતી કરશે. આ શ્રેણીમાં દેશભરના વેપારીઓ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ દેશભરમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ એક દિવસીય ભૂખ હડતાળ કરશે. ફેબ્રુઆરી મહિનામાં દેશના તમામ રાજ્યોના વેપારી સંગઠનો પોતપોતાના શહેરોમાં રેલીઓ કાઢીને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણામંત્રીઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓને મેમોરેન્ડમ સોંપશે. માર્ચ મહિનામાં તમામ રાજ્યોમાં રાજ્ય સ્તરીય બિઝનેસમેન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને એપ્રિલ ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં નવી દિલ્હીમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય બિઝનેસમેન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. બંનેએ ઊંડો અફસોસ વ્યક્ત કર્યો કે, વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની વ્યાપાર પ્રવૃત્તિઓના શંકાસ્પદ સ્વભાવ હોવા છતાં, ઘણી રાજ્ય સરકારોએ આ કંપનીઓ સાથે વિવિધ હેતુઓ માટે કરારો કર્યા છે, પરંતુ તે કયા હેતુઓ માટે થયા છે. તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે માંગ કરી હતી કે આવી તમામ રાજ્ય સરકારોએ આ કંપનીઓ સાથેના તેમના કરારો તાત્કાલિક સમાપ્ત કરવા જોઈએ. ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે, ‘ભારતના ઉદ્યોગપતિઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સંપૂર્ણ આશા છે, જેમણે હંમેશા નાના ઉદ્યોગોને મોટા વેપાર કરવા માટે ભારપૂર્વક હિમાયત કરી છે. આ સાથે વ્યવસાય કરવાની સરળતા માટે વારંવાર કહ્યું છે, પરંતુ હજુ સુધી તેમની કલ્પના પર તેનો અમલ થયો નથી.
CAIT એ તેના મર્ચન્ટ ચાર્ટરમાં સરકારને વિનંતી કરી છે કે, ભારતમાં તાત્કાલિક ઈ-કોમર્સ નીતિ જાહેર થાય, જ્યારે બીજી તરફ ઈ-કોમર્સ સંબંધિત ગ્રાહક સુરક્ષા નિયમો તાત્કાલિક લાગુ કરવામાં આવે. ઈ-કોમર્સ માટે તાત્કાલિક એક સક્ષમ નિયમનકારી ઓથોરિટીની રચના કરવી જોઈએ. FDI રિટેલ પોલિસીની પ્રેસ નોટ-૨ની જગ્યાએ નવી પ્રેસ નોટ જારી કરવામાં આવે, GST ટેક્સ સિસ્ટમ સરળ બનાવવામાં આવે અને છૂટક વેપાર માટે રાષ્ટ્રીય નીતિ પણ તાત્કાલિક જાહેર કરવામાં આવી જોઈએ.