જી-૨૦ બેઠક હાલમાં જાપાનના શહેર ઓસાકામાં મળી હતી. જેમાં ટ્રેડ વોરનો અંત લાવવા માટે સહમતિ થઇ હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી ઝિનપિંગ વાતચીત શરૂ કરવા સહમત થયા હતા. જો કે નિષ્ણાંતો માને છે કે વિવાદનો એટલો વહેલી તકે અંત આવે તેમ માનવા માટે કોઇ કારણ નથી. ચીનના પ્રમુખ સામાજિક અને રાજકીય એકીકરણની સાથે સાથે વર્ષ ૧૯૯૦થી વિશ્વમાં ઉદારીકરણનો દોર પણ શરૂ થઇ ગયો હતો. એ ગાળાથી લઇને હજુ સુધી વિશ્વના દેશોમાં ઉદારીકરણનો દોર ચાલી રહ્યો છે. જે કરોડો લોકો માટે ઘાતક પણ સાબિત થયો છે. આના કારણે બેરોજગારીમાં પણ વધારો થયો હોવાની વાત કેટલાક અર્થશાસ્ત્રી કરી રહ્યા છે.
ઉદારીકરણના દોરમાં આર્થિક ઉદારીકરણની ભૂમિકા સૌથી મોટી રીતે ઉભરીને સપાટી પર આવી છે. ભારત સહિત દુનિયાના દેશો પર આની અસર થઇ છે. ભારત સહિના કેટલાક વિકાસશીલ દેશોને આના લાભ પણ સૌથી વધારે થયા છે પરંતુ પરોક્ષ રીતે આની અસર પણ જોઇ શકાય છે. ઉદારીકરણના કારણે વિકાશશીલ દેશોને પોતાના ત્યાં ગરીબીને ઘટાડી દેવા અને અને તકલીફોને ઓછી કરવામાં મદદ મળી છે. બ્રિટન યુરોપિયન યુનિયનથી બહાર થઇ ગયા બાદ તેની ચર્ચા થઇ રહી છે. બ્રિટનના યુરોપિયન યુનિયનથી બહાર થવાના નિર્ણય, અમેરિકા દ્વારા ઇમિગ્રેશન નિયમોને વધારે કઠોર કરવા, વેપાર પર ચાર્જ સહિત ડ્યુટી લાગુ કરવાના નિર્ણય અને કેટલાક વેપાર સમજુતીને રદ કરવાના નિર્ણય જેવા કેટલાક એવા મોટા અને સાહસી નિર્ણય તાજેતરના સમયમાં કરવામાં આવ્યા છે જેની એસર જોવા મળી રહી છે.
આ તમામ નિર્ણયોના કારણે વિશ્વના દેશો ઝડપથી બિન ઉદારીકરણની દિશામાં આગળ વધી ગયા છે. અમેરિકાએ હાલમાં ચીન અને યુરપિયન યુનિયન, કેનેડા, અને ભારત સામે વેપાર યુદ્ધ છેડીને નવી ચર્ચા જગાવી છે. હકીકતમાં દુનિયાના કેટલાક વિકસિત દેશો કેટલીક સંરક્ષણવાદની નીતિ અપનાવી રહ્યા છે. વૈશ્વિકરણના લાભની અસમાન વહેંચણી, વધતી જતી અસમાનતા અને ઘટતી જતી રોજગારીની અસર આના કારણે જોવા મળી રહી છે. આ તમામ નિતીઓ આગામી દિવસોમા વધારે ઘાતક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આઇએસ જેવા ખતરનાક ત્રાસવાદી સંગઠનના ઉદય અને તેના કારણે યુરોપિયન દેશોને ટાર્ગેટ બનાવવાના કારણે પણ પ્રતિકુળ અસર થઇ રહી છે. સુરક્ષા માટે ખતરા રૂપ બની રહેલા ત્રાસવાદીના કારણે ઇમિગ્રેશનની સ્થિતી ઓછી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઉદારીકરણ પર હુમલા જારી રહ્યા છે.
કોઇ સમય ઉદારીકરણના મામલે સૌથી આગળ રહેલા અમેરિકા હવે હુમલામાં સૌથી આગળ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પ દ્વારા હાલમાં લેવામાં આવેલા નિર્ણયોના કારણે આની શરૂઆત થઇ ગઇ છે. વેપાર યુદ્ધના કારણે મંદીને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. અમેરિક પ્રમુખને પણ કેટલાક અંશે આના માટે જવાબદાર ગણી શકાય છે. એવા પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે કે ઉદાકીરણના કારણે કેટલાક દેશો પાછળ રહી ગયા છે. મહત્વપુર્ણ સવાલ એ છે કે જ્યારે ઉદારીકરણના કારણે કેટલાક દેશોમાં સમૃદ્ધિ આવી ગઇ છે. સાથે સાથે ગરીબી ઘટી રહી છે. જો આવી સ્થિતી છે તો બિન ઉદારીકરણના યુગને ફરી લાવવા માટેના પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યા છે. યુનિસેફના આંકડા દર્શાવે છે કે વૈશ્વિક આવક પૈકી સૌથી વધારે અમીર મેળવી જાય છે. આંકડા મુજબ વૈશ્વિક આવક પૈકી ૮૪ ટકાનો હિસ્સો દુનિયામાં સૌથી વધારે અમીર ૨૦ ટકા વસ્તીને મળે છે. જ્યારે ગરીબને તો મંત્ર એક ટકા હિસ્સો મળે છે. ઉદારીકરણના મામલે વિશ્વના દેશો હાલમાં વિભાજિત સ્થિતીમાં દેખાઇ રહ્યા છે. સામાન્ય રીતે તો વૈપાર યુદ્ધમાં કોઇ પણ વિજેતા થશે નહી. ટ્ર્મપ અને શિ મંત્રણા માટે સહમત થયા હોવા છતાં હજુ વિવાદ રહી શકે છે.