ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમનુ ઉદ્ઘાટન કર્યું

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ : વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ, ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ આજે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ – ડીજે ટોયોટાનું ઉદ્ઘાટન કર્યું. આ શહેરમાં ટોયોટાનું 7 મું અને દેશમાં 1157 મું શોરૂમ છે.

વસ્ત્રાલના SP રિંગ રોડ પર RAF કેમ્પ પાસે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત, નવું 3S (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) શોરૂમ, 57,900 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે ખરીદીના અદભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ (વેસ્ટ) ના વાઇસ પ્રેસિડેન્ટ- શ્રી સિમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

એક વિશિષ્ટ અને સ્વતંત્ર કેન્દ્ર તરીકે, આ નવી ડીલરશીપનો ઉદ્દેશ્ય તેના તમામ ગ્રાહકોને તદ્દન નવી કેમરી, અર્બન ક્રુઝર ટેસર, અને નવી ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, ફોર્ચ્યુનર લિજેન્ડર, હિલક્સ, ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર હાઇરાઇડર, રુમિયન અને લક્ઝુરિયસ LC300 અને વેલફાયર જેવા ટોયોટાને લોકપ્રિય મોડેલોની રજુઆત કરીને સુવિધા, માનસિક શાંતિ અને મુશ્કેલી-મુક્ત સેવાનો અનુભવ પ્રદાન કરવાનો છે.

આ ઉપરાંત, નવી ડીલરશીપ સારી રીતે પ્રશિક્ષિત વ્યાવસાયિક ટીમ, અદભુત સર્વિસ સપોર્ટની ખાતરી પણ કરશે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે દરેક ગ્રાહક ટોયોટાની ગુણવત્તા, ટકાઉપણું અને વિશ્વસનીયતાના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત એવી ટોયોટા કાર ખરીદવાનો અને માલિકી ધરાવવાનો સંપૂર્ણ આનંદ માણી શકે.

આ પ્રસંગે બોલતા, ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરે કહ્યું હતું કે, “ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે, અમે અમદાવાદમાં અમારી હાજરી વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ. અહીં ટોયોટા વાહનોની વધતી માંગ અમારા ગ્રાહકો દ્વારા બ્રાન્ડમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આ આઉટલેટ અમને તેમને વધુ અનુકૂળતા, ઝડપ અને તેમના દ્વારા અપેક્ષિત અદભુત અનુભવ સાથે વધુ સારી રીતે સેવા આપવામાં મદદ કરશે. ટોયોટા પરિવારનો ભાગ બનવું ખરેખર ફળદાયી રહ્યું છે, અને આ નવું પગલું શ્રેષ્ઠતાની અમારી સહિયારી યાત્રાને મજબૂત બનાવે છે.”

ડીજે ટોયોટાના ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા, વાઇસ પ્રેસિડેન્ટ (સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ – વેસ્ટ) શ્રી સીમંત અરુણએ જણાવ્યું હતું કે, “પશ્ચિમી ક્ષેત્ર ભારતમાં ટોયોટા માટે એક મહત્વપૂર્ણ બજાર છે. સતત બદલતા રહેતા અમારા વિવિધ ઉત્પાદનો સાથે, અમે માનીએ છીએ કે સમજદાર ગ્રાહકો અને બજારની વધતી વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અમારી પહોંચ વધારવી મહત્વપૂર્ણ છે. ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે આ વિસ્તારમાં કામગીરીમાં વધારવા, ગ્રાહકની નજીક જવા અને તેમની સાથે કાયમી સંબંધ બનાવવાના અમારા પ્રયાસો દર્શાવે છે.

અમને વિશ્વાસ છે કે આ નવો અત્યાધુનિક શોરૂમ આ ક્ષેત્રમાં ટોયોટા કારની વધતી માંગને પૂર્ણ કરીને મૂલ્યમાં વધુ વધારો કરશે અને બજારમાં અમારી હાજરીને મજબૂત બનાવશે અને ગ્રાહકોને ટોયોટા સાથે માલિકીનો આનંદદાયક અનુભવ માણવામાં મદદ કરશે.”

ટોયોટા હાલમાં ગુજરાતમાં 54 આઉટલેટ સાથે મજબૂત હાજરી ધરાવે છે. અમદાવાદમાં સ્થિત ચોથા ડીજે ટોયોટા આઉટલેટના ઉદ્ઘાટનથી TKM ના વ્યાપક નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે, અને આમ, તે દેશભરમાં ટોયોટાનું 1157 મું શોરૂમ છે. આ ઉપલબ્ધી ટોયોટાની તેની પહોંચ વધારવા, વિશ્વસ્તરીય વાહનો પહોંચાડવા અને દેશભરના ગ્રાહકોને સર્વિસનો અદભુત અનુભવો પ્રદાન કરવાની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

TKM વિશે
ઇક્વિટીમાં ભાગીદારી ટોયોટા મોટર કોર્પોરેશન (જાપાન) : 89%, કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડ (ભારત) : 11%
કર્મચારીઓની સંખ્યા આશરે 6,500
જમીનનું ક્ષેત્રફળ આશરે 432 એકર (આશરે 1,700,000 ચોરસ મીટર)
મકાનનું ક્ષેત્રફળ 74,000 ચોરસ મીટર
કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 3,42,000 એકમો સુધી

TKM ના પ્રથમ પ્લાન્ટનો વિશે:
સ્થાપનાનો વર્ષ ઓક્ટોબર 1997 (ઉત્પાદનની શરૂઆત: ડિસેમ્બર 1999)
સ્થાન બિદાદી
ઉત્પાદનો ઇનોવા હાઇક્રોસ, ઇનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર, લિજેન્ડર ભારતમાં ઉત્પાદિત.
સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 1,32,000 એકમો સુધી

TKM ના બીજાપ્લાન્ટનો વિશે:
ઉત્પાદનની શરૂઆત ડિસેમ્બર 2010
સ્થાન ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ, બિદાદીની સાઇટ પર
ઉત્પાદનો કેમરી હાઇબ્રિડ, અર્બન ક્રુઝર હાઇરાઇડર, હાઇલક્સ
સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 2,10,000 યુનિટ સુધી
*ટોયોટાના અન્ય મોડેલ્સ: ગ્લાન્ઝા, રુમિયન
**CBU તરીકે આયાત કરેલ: વેલફાયર, LC 300

Share This Article