વસ્તી ગણતરીમાં બેકવર્ડ સમુદાય સાથે જોડાયેલા આંકડાને સામેલ કરવા માટેની માંગને સ્વીકાર કરીને કેન્દ્ર સરકારે અનામતની વ્યવસ્થાને વધારે નક્કર બનાવવા માટેની તૈયારી શરૂ કરી છે. ધ્યાન રાખવા માટેની બાબત એ છે કે ૧૯૩૧ બાદથી દેશમાં એવી કોઇ ગણતરી કરવામાં આવી નથી જેમાં જાતિ સંબંધી આંકડા સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે વીપી સિંહની સરકાર હતી ત્યારે મંડળ પંચની ભલામણ મુજબ અન્ય પછાત જાતિ (ઓબીસી) માટે ૨૭ ટકાના અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદથી જ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આખરે આ અનામતની મર્યાદા માટે આધાર શુ છે.
આ જ અનિશ્ચિતાને મુદ્દા તરીકે બનાવીને ઓબીસી સમુદાય તરફથી આ માંગ કરવામાં આવતી રહી છે કે વસ્તી ગણતરીના આંકડામાં જાતિ સંબંધી આંકડાને પણ સામેલ કરવામાં આવે. આ સમુદાયના લોકોનો દાવો છે કે તેમની વસ્તી કુલ વસ્તીના ૫૦ ટકા કરતા વધારે છે. આ દ્રષ્ટિથી ૨૭ ટકા અનામતની જોગવાઇ યોગ્ય નથી. આવી જ માંગના પ્રભાવમાં અગાઉની યુપીએ સરકારે આદેશ કર્યા બાદ વર્ષ ૨૦૧૧-૧૩ દરમિયાન સામાજિક-આર્થિક જાતિની ગણતરી કરવામાં આવી હતી. જો કે એ વખતે તમામ જાતિના આંકડા જારી કરવામાં આવ્યા ન હતા. હજુ સુધી આ આંકડા જારી કરી શકાયા નથી. આના કેટલાક કારણો રહેલા છે. તે પૈકી એક કારણ એ છે કે જાતિ સંબંધી આ આંકડા એટલા જટિલ અને વિવિધતાપૂર્વકના છે કે તેમને વર્ગીકૃત કરવાની બાબત સરળ દેખાઇ રહી નથી. કહેવામાં આવે છે કે ૪૬ લાખ જેટલી જાતિ અને પેટા જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવી સ્થિતીથી બચવા માટે વર્ષ ૨૦૨૧માં જનગણના કર્મચારીઓને પહેલાથી જ વર્ગીકૃત ફાર્મ સોંપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જો કે આમાં કોઇ બે મત નથી કે મોદી સરકારનુ આ પગલુ ઓબીસી સમુદાયમાં તેમના અવિશ્વાસને ઓછુ કરી શકે છે. આખરે યુપીએ સરકાર વસ્તી ગણતરી વેળા જાતિય સમુદાયના આંકડા જારી કરી શકી ન હતી. મોદી સરકાર આ દિશામાં આગળ ળદી રહી છે. મોદી સરકાર તમામ માર્ગ હળવા કરી રહી છે. ખાસ બાબત તો એ છે કે સરકાર આ બાબતને વર્ષ ૨૦૧૭માં રચવામાં આવેલા ઓબીસી પંચન સાથે જાડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. ઓબીસી સમુદાયમાં ક્યા હિસ્સા સુધી કેટલા અનામતના લાભ પહોંચ્યા છે તે બાબતની માહિતી મેળવી લેવાના પ્રયાસ હવે શરૂ કરવામાં આવ્યા છે. ક્યા હિસ્સાના લોકો લાભથી વંચિત છે તે જાણવા માટેના પ્રયાસ હવે ચાલી રહ્યા છે. એવી આશા રાખી શકાય છે કે આ કવાયત અનામતની વ્યવસ્થાને વધારે તર્કસંગત બનાવી દેવામાં અને પારદર્શક તરીકે રજૂ કરવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. મોદી સરકાર આ મામલે પણ હિમ્મતપૂર્વક આગળ વધવાના સંકેત આપી રહી છે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય નથી ત્યારે આ હિલચાલ પર પણ તમામની નજર રહેશે. આંકડામાં રહેલી દુવિધા ઓછી થાય તે ખુબ જરૂરી છે. સાહસ સાથે આગળ વધવાની જરૂર દેખાઇ રહી છે. સાહસી નિર્ણય સ્વાગતરૂપ છે. જો કે આમાં તકલીફ હજુ છે.