વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં તેની અવધિ પૂર્ણ કરવાની નજીક છે. સરકારના કામ પર ધ્યાન આપવામાં આવે તો પ્રદર્શનના એક ભાગમાં ચોક્કસપણે ઉજાસ દેખાય છે પરંતુ બીજા ભાગમાં હજુ અંધકાર દેખાય છે. ટુંકમાં કેટલાક મોરચે વધારે સારી રીતે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. અલબત્ત હાલમાં કરવામાં આવેલા નવા સર્વેમાં મોદીને વડાપ્રધાન તરીકે જાવા લોકો ઇચ્છુક છે પરંતુ કેટલાક સંવેદનશીલ મુદ્દા પર સરકાર ફ્લોપ રહી છે તેમાં કોઇ બેમત નથી. એકબાજુ સરકાર રોજગારીની પુરતી તક અપેક્ષા મુજબ સર્જી શકી નથી. બીજી બાજુ મોંઘવારી પર બ્રેક મુકવામાં અપેક્ષા મુજબ મોદી સરકારને સફળતા હાથ લાગી નથી. સરકારની કામગીરીને અધુરા શુક્લ પક્ષ તરીકે ગણવામાં આવી શકે છે.
મોદી સરકારના શુક્લ પક્ષની ક્રેડિટ મુખ્ય રીતે છ યોજનાને મળી શકે છે. જેમાં જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, ગ્રામ જ્યોત યોજના, ગ્રામ સડક યોજના અને કોશલ્ય વિકાસ યોજનાનો સમાવેશ થાય છે. આ તમામ મહત્વકાંક્ષી યોજનાઓના જમીની પ્રદર્શનને લઇને કેટલીક નકારાત્મક બાબતો પણ રહી છે. મોદી સરકારના સમર્થકો આ તમામને સફળ યોજના ગણાવે છે. જ્યારે વિરોધીઓ સ્વાભાવિક રીતે તેનીટિકા કરશે. સમર્થકો કહે છે કે તમામ સારી યોજનાના કારણે મોદી વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ તેમની દેશમાં વધતી લોકપ્રિયતા હેઠળ પાર્ટી એક પછી એક રાજ્યમાં સત્તા કબજે કરી છે. મોટા ભાગના રાજ્યોમાં હવે ભાજપ સરકાર અથવા તો તેમના સાથી પક્ષોની સરકાર આવી ચુકી છે.
જન ધન યોજનાના કારણે ચોક્કસપણે મોટા પાયે લોકો નાણાંકીય રીતે ભાગીદારીમાં સામેલ થયા છે. પરંતુ નિરાશાજનક બાબત એ પણછે જે જન ધન યોજના હેઠળ નિષ્ક્રિય ખાતાની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. આવી જ રીતે ઉજ્જવલા ગેસ કનેક્શનની સંખ્યા તો ચોક્કસપણે વધારી દેવામાં આવી છે પરંતુ ગેસ ઉપભોગના આંકડામાં સંખ્યા મુજબ વધારો થયો નથી. આવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન મહત્વકાંક્ષી પહેલ તરીકે છે. ગ્રામીણ સડક યોજનામાં પણ પ્રગતિ તો દેખાય છે પરંતુ આ પ્રગતિને પ્રભાવશાળી ગણવા માટે વધારે લોકો તૈયાર નથી. જ્યાં સુધી કોશલ્ય વિકાસ યોજનાનો પ્રશ્ન છે તેની નિષ્ફળતા દેખાઇ આવે છે. અન્ય યોજના પર સરકાર નિષ્ફળ રહી છે પરંતુ પહેલા કરતા કામ થઇ રહ્યુ છે તે બાબત યોગ્ય છે. મોદી સરકાર અસરકારક રીતે કામ કરી રહી છે તે દર્શાવવા માટે સરકારની યોજનાને હવે રજૂ કરવામાં આવી રહી છે. સરકારના જુદા જુદા કાર્યક્રમ પણ લોકસભાને લઇને શરૂ થઇ ગયા છે. મોદી સરકારની વર્તમાન અવધિમાં અનેક ઉતારચઢાવ છતાં નરેન્દ્ર મોદી પર લ વિશ્વાસ હજુ જારદાર રીતે અકબંધ છે. મોટા ભાગના લોકોએ અભિપ્રયા આપ્યો છે કે તેઓ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માટે મત આપશે. ઘણા લોકોનુ કહેવુ છે કે આજે ચૂંટણી થાય તો કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે. વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી પોલમાં સૌથી આગળ રહ્યા છે.