સિક્કિમ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા હજુ પણ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રદેશમાં પ્રથમ એરપોર્ટ મળી ગયા બાદ હવે અહીં જતા લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. એરપોર્ટ શરૂ થયા બાદ ખુબસુરત રાજ્યમાં હોલિડે મનાવવા માટે જવાની બાબત સરળ બની ગઇ છે. પાક્યોગથી સિક્કિમના પાટનગર માત્ર ૩૩ કિલોમીટરના અંતરે સ્થિત છે. એક વખતે ગંગટોક પહોંચી ગયા બાદ સમગ્ર રાજ્યમાં કોઇ પણ જગ્યાએ ટ્રાવેલ કરવા માટે પહોંચી શકાય છે. સાથે સાથે બીજા અનેક પ્રકારના વિકલ્પ મળી જશે. ૧૩૦ કિલોમીટરના અંતરે પહેલા સૌથી નજીક એરપોર્ટ રહ્યા બાદ હવે અંતર ઘટી જતા લોકો સીધી રીતે ખુબસુરત રાજ્યમાં જશે. સિક્કિમમાં પહેલા એરપોર્ટ ન હોવાના કારણે હવાઇ માર્ગ મારફતે પહોંચવા માટે પહેલા બંગાળના બાગડોગરા એરપોર્ટ સુધી ફ્લાઇટ બુક કરવાની ફરજ પડતી હતી. આ એરપોર્ટ સૌથી નજીક છે. જા કે તેમની વચ્ચે અંતર ૧૩૦ કિલોમીટર સુધી રહેતા તકલીફ થતી હતી. જે ટ્રાવેલની દ્રષ્ટિએ કમ નથી.
હવે પોક્યોગ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા બાદ આ તકલીફ ખતમ થઇ જશે. પાક્યોગ માટે સૌથી પહેલા સ્પાઇસ જેટ દ્વારા તેની ફ્લાઇટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. જા કે હજુ પણ સિક્કિમના એકમાત્ર એરપોર્ટ પર પહોંચી જવા માટે પહેલા કોલકત્તા જવાની ફરજ પડશે. જ્યાંથી ફ્લાઇટ બુક કરાવી શકાશે. કોલકત્તા દેશના અન્ય ભાગોથી માર્ગ, રેલવે અને વિમાની નેટવર્ક સાથે જાડાયેલુ છે. જેથી અહીં પહોંચી જવામાં તો કોઇ તકલીફ થશે નહીં. જાણકારી મુજબ હાલના કાર્યક્રમ મુજબ કોલકત્તાથી ફ્લાઇટ સવારે ૯.૩૦ વાગે ઉપડશે અને ૧૦.૫૫ વાગે પહોંચી જશે. ત્યારબાદ ૧૧.૧૫ વાગે પાક્યોગથી ઉપડશે અને બપોરે ૧૨.૪૫ વાગે કોલકત્તામાં પહોંચશે. કોલકત્તાથી પાક્યોગ સુધી વિમાની ટિકટની કિંમત ૨૬૦૦ રૂપિયા રાખવામાં આવી છે. પાક્યોગને હવે આસામના પાટનગર ગુહાટી સાથે પણ જાડવામાં આવનાર છે. ભુટાનથી પાક્યોગ સુધી પણ વિમાની સેવા શરૂ કરાશે. આગામી દિવસોમાં અન્ય મોટા શહેરોથી પણ વિમાની સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યના પ્રથમ પાક્યોંગ વિમાનીમથકનુ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યા બાદ પ્રવાસને વધારે વેગ મળનાર છે. આ એરપોર્ટ પાટનગર ગંગટોકથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ વિમાનીમથકની કેટલીક વિશેષતા રહેલી છે. આ એરપોર્ટ દરિયાઇ સપાટીથી ૪૫૦૦ ફુટની ઉંચાઇ પર સ્થિત છે. ૨૦૦૮માં આ એરપોર્ટને લીલીઝંડી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં તેની આધારશીલા મુકવામાં આવી હતી. ૨૦૬ એકર વિસ્તારમાં ફેલાયેલા આ એરપોર્ટ ને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. ગંગટોકથી આ વિમાનીથકનુ અંતર ૩૩ કિલોમીટરનુ રહ્યુ છે. આ વિમાનીમથક ભારત-ચીનની સરહદથી આશરે ૬૦ કલોમીટરના અંતરે સ્થિત છે. અહીંની માટીમાં એરપોર્ટની જરૂર મુજબ સુધારા કરવામાં આવ્યા છે.
પાક્યોગ વિમાનીમથક દરિયાઇ સપાટીથી ૪૫૦૦ ફુટની ઉંચાઇ પર સ્થિત છે. જાણકાર લોકો કહે છે કે એરપોર્ટ પર તમામ કામ પ્રાથમિક રીતે શરૂ કરવામાં આવ્યા બાદ લોકોની ઉત્સુકતા વધી ગઇ છે. ઇÂન્ડયન એરપોર્ટ ઓથોરિટીના અધિકારીના કહેવા મુજબ પાક્યોગ વિમાનીમથકના નિર્માણ પર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ ભારત અને ચીન વચ્ચેની સરહદથી આશરે ૬૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. ગંગટોકથી આ વિમાની મથક ૩૩ કિલોમીટરના અંતરે છે. મોદીના કહેવા મુજબ એરપોર્ટ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને રોજગારી મળશે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી હોટેલ, મોટેલ અને અન્ય તમામ નાના કારોબારીઓને જંગી આવક થશે. તેમને રોજગારીને વ્યાપક તક મળશે. સિક્કિમને પહેલાથી જ કુદરતી રીતે સૌથી ખુબસુરત શહેર તરીકે ગણવામાં આવે છે. અહીં વિમાનીમથક પહેલા પણ સ્થાનિકની સાથે સાથે વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા. જે સંખ્યા અનેક ગણી વધનાર છે.