એરપોર્ટ પર ફેને કર્યુ એવી જગ્યાએ સ્પર્શ કે સ્તબ્ધ થઇ સારા, એક્ટ્રેસનું રિએક્શન દિલ જીતી લેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ તેની માતા અમૃતા સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાં અભિનેત્રી સાથે એક વિચિત્ર ઘટના બની. અહીં સારા અલી ખાન રાજસ્થાનથી પરત મુંબઈ ફરી અને એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપતી વખતે તે તેના ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરી રહી હતી. એરપોર્ટ પર સારા સાથે હાથ મિલાવવાના અને ફોટોગ્રાફ્સ લેવાના બહાને એક ફેને એક્ટ્રેસને એવી જગ્યાએ સ્પર્શ કર્યો, જે પછી સારા પણ શોક્ડ થયેલી દેખાઈ. ત્યારે આ વાયરલ વિડીયોમાં સારા અલી ખાન ની પ્રતિક્રિયા જોવા જેવી છે.

હાલમાં જ સારા અલી ખાન નો એક વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સારા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. એરપોર્ટ પર વોક કરતી વખતે સારા તેના ફેન્સ સાથે ફોટો ક્લિક કરી રહી છે, ત્યારે જ એક ફિમેલ ફેન આવે છે જે પહેલા એક્ટ્રેસ સાથે હાથ મિલાવે છે, પછી ચાલતી વખતે એક્ટ્રેસના ગાલથી લઈ તેના ગળા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં સારા પણ ચોંકી જાય છે.  સારા અલી ખાનને જ્યારે કોઈ મહિલા સ્પર્શ કરે છે ત્યારે તે નર્વસ થઈ જાય છે, પરંતુ તે પોતાની જાતને નિયંત્રિત કરે છે અને પ્રતિક્રિયા આપ્યા વિના બાકીના ચાહકો સાથે વ્યસ્ત થઈ જાય છે.

સારા અલી ખાનનું આ વર્તન સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેટ યુઝર્સ સારા અલી ખાનની પ્રતિક્રિયાની પ્રશંસા કરી રહ્યા છે, એક કહે છે કે મહિલા તેની જ્વેલરી ચોરી કરવા માંગતી હતી, જ્યારે એક યૂઝરે મહિલાને ટ્રોલ કરીને લખ્યું, સારા ખૂબ જ મેચ્યોર થઈ ગઈ છે..’ અભિનેત્રી સારા હંમેશાની જેમ સુંદર દેખાઈ રહી હતી. સફેદ સૂટ પર ગુલાબી દુપટ્ટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, લોકોની નજર તેના પર પડતા જ બધા તેની તરફ દોડી પડ્યા હતા. જણાવી દઈએ કે સારા હાલમાં જ તેની માતાના જન્મદિવસના અવસર પર તેની માતા સાથે ઉદયપુર ટ્રિપ પર ગઈ હતી.

Share This Article