ટોટો ઈન્ડિયા દ્વારા 40 નવી ચેનલ પાર્ટનરોનો ઉમેરી કરીને 2024માં તેનું વિતરણ નેટવર્ક વિસ્તારવાની યોજના
ગુજરાત : ઉત્કૃષ્ટતાના એક દાયકાની ઉજવણીના ભાગરૂપ TOTO India દ્વારા ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી ગૌરવભેર મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014માં આરંભથી એકમ ભારતીય બજાર માટે TOTO ના ધ્યેયનો પાયો છે, જે તેની કટિબદ્ધતા, નાવીન્યતા, ગુણવત્તા અને સક્ષમતા આલેખિત કરે છે. TOTO India નું હાલોલ એકમ જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને ઉચ્ચ ગુણવત્તાનાં ઉત્પાદન ધોરણો જાળવવા સાથે 2014થી 400 ટકાથી વધુ આઉટપુટ સાથે કંપનીની વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે. લગભગ 1200 કર્મચારીઓને રોજગાર આપ્યો છે, જેમાં સ્થાનિક સમુદાયમાંથી 80 ટકા છે, જે સાથે એકમ પ્રાદેશિક વિકાસ અને રોજગાર પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા દર્શાવે છે.
“ભારત ટોટો માટે વ્યૂહાત્મક બજાર છે અને અમને તેની ભરપૂર વૃદ્ધિની સંભાવના વિશે ખુશી છે,” એમ TOTO India ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શિયાઝાવા કાઝુયુકીએ જણાવ્યું હતું કે, “વધતા શહેરીકરણ, વધતી ખર્ચક્ષમ આવકો અને હાઈજીન તથા વેલનેસ પ્રત્યે વધતી જાગૃતિ પ્રીમિયમ બાથરૂમ સમાધાન માટે માગણી પ્રેરિત કરે છે. અમારું લક્ષ્ય અમારું ડીલર નેટવર્ક વિસ્તારીને ટિયર-2 અને ટિયર 3 શહેરોમાં અમારી પકડ મજબૂત બનાવવાનું છે અને વિવિધ ગ્રાહક અગ્રતાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી રજૂ કરવાનું છે.” આ ઈવેન્ટમાં પ્રોડક્ટ નાવીન્યતા અને વૃદ્ધિની ગતિ દર્શાવવામાં આવી હતી, જે ભારતીય બજાર પ્રત્યે અને સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે તેના કામ પ્રત્યે કંપનીની સમર્પિતતા આલેખિત કરે છે.
TOTO India તેની પ્રાદેશિક હાજરી વધારવાની અને તેના ઓથોરાઈઝ્ડ ચેનલ પાર્ટનર (એસીપી) અને ઓથોરાઈઝ્ડ ચેનલ ડીલર (એસીડી) પ્રોગ્રામ થકી તેનું ડીલરશિપ નેટવર્ક મજબૂત બનાવવા માગે છે. આ વ્યૂહરચનાનું લક્ષ્ય બ્રાન્ડની ભારતમાં પહોંચ વધારીને રાષ્ટ્રવ્યાપી તેની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટોની ઉત્તમ પહોંચક્ષમતા અને ઉપલબ્ધતાની ખાતરી રાખવાનું છે. બજારમાં ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પહોંચ વધારીને ટોટો તેના નાવીન્યપૂર્ણ અને સક્ષમ સેનિટરી વેર સોલ્યુશન્સ વ્યાપક દર્શકો માટે લાવવા માગે છે. પ્રોડક્ટોની નવી શ્રેણી રજૂ કરવાની યોજના સાથે ટોટોનું લક્ષ્ય ભારતીય ગ્રાહકોની ગતિશીલ જરૂરતોને પહોંચી વળવાનું અને તેની બજારમાં હાજરી મજબૂત બનાવવાનું છે. ઉપરાંત બ્રાન્ડ ભારતીય ગ્રાહકોની વધતી રુચિને પહોંચી વળવા માટે ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું નવું કલેકશન રજૂ કરવા માટે સુસજ્જ છે. તેની ઉત્પાદન શક્તિ, નાવીન્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો જોડીને અને ડીલર નેટવર્ક વિસ્તારીને ટોટો ભારતમાં પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સ માટે અગ્રતાની પસંદગી બનવાનું લક્ષ્ય ધરાવે છે.