ઓરિસ્સામાં લોકસભાની કુલ ૨૧ સીટ રહેલી છે. ઓરિસ્સા દેશના કેટલાક એવા રાજ્યોમાં છે જ્યાં રાષ્ટ્રીય પક્ષોની સ્થિતી નહીંવત સમાન છે. દશકોથી બીજુ જનતા દળનુ અહીં પ્રભુત્વ રહેલુ છે. આ વખતે પણ આ પાર્ટીની સ્થિતી સૌથી મજબુત દેખાઇ રહી છે. ઓરિસ્સ્માં લોકસભાની જે સીટો છે તે પૈકી મોટા ભાગની સીટો જીતવા માટે ભાજપે રણનિતી તૈયાર કરવામાં આવી છે પરંતુ તેને કેટલો ફાયદો થશે તે બાબત તો ચૂંટણી પરિણામ બાદ જ જાણી શકાશે અહીં આ વખતે ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધાર તાકાત લગાવી ચુક્યા છે. આવી સ્થિતીમાં પાર્ટીના દેખાવ પર તમામની નજર રહશે. બીજી બાજુ મુખ્યપ્રધાન નવીન પટનાયકની છાપ લોકોની અંદર હમેંશા સારી રહી છે.
નવીન એક લોકપ્રિય નેતા તરીકે છે. કોઇ રાષ્ટ્રીય સ્તરની મહત્વકાંક્ષા ન હોવાના કારણે કોઇ પાર્ટી સાથે જોડાણ કરવાને લઇને તેઓ હાય હાય કરી રહ્યા નથી. તેમની પાર્ટીની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. નવીન રાજ્યમાં જ રહીને પાર્ટીની સ્થિતીને મજબુત જાળવી રાખવા માટે ઇચ્છુક છે. આ જ કારણસર તેઓ કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાણ કરવા માટે આગળ આવી રહ્યા નથી. વિતેલા વર્ષોમાં બીજુ જનતા દળ પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ત્યારે આ પાર્ટીમાં સામેલ રહ્યા હતા. વાજપેયી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમની પાર્ટી એનડીએના એક હિસ્સા તરીકે રહી હતી.
જો કે ત્યારબાદ કેટલાક કારણસર નિકળી ગઇ હતી. આ વખતે જોડાણને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાલમાં તો ચૂંટણીને લઇને એકબીજા પર આરોપોની સાથે સાથે બીજેડી પર પણ પ્રહારો કરી રહ્યા છે. જો કે ચૂંટણી બાદ સ્થિતી શુ રહેશે તે અંગે વાત કરવા રાજકીય પંડિતો પણ તૈયાર નથી. નવીન પટનાયક રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. પોતાના કાર્યકરોની સાથે સતત સંપર્ક પણ કરી રહ્યા છે. ઓરિસ્સા રાજકીય રીતે ખુબ ઉપયોગી રાજ્ય છે જેથી તમામની નજર તેના પર કેન્દ્રિત છે.