ટોરેન્ટ પાવરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વીજ વિતરણ કામગીરીને ઔપચારિક ટેકઓવરની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
એપ્રિલ 01, 2022:  ટોરેન્ટ પાવરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વીજ વિતરણ કામગીરીને ઔપચારિક ટેકઓવરની કરવાની આજે જાહેરાત કરી હતી. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ એ ભારત સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ એક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણ નેટવર્કનું ખાનગીકરણ કરવામાં આવનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં 1.5 લાખ ગ્રાહકોને હવે નવી રચાયેલી કંપની- દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (ડીએનએચડીડી પાવર ડિસ્ટ્રિબ્યુશન) મારફત ટોરેન્ટ પાવર દ્વારા સેવા આપવામાં આવશે. નવી રચાયેલી કંપનીમાં ટોરેન્ટ પાવર 51% હિસ્સો ધરાવે છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના માનનીય પ્રશાસક પાસે બાકી 49% હિસ્સો હશે. ડીએનએચડીડી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસે 1.5 લાખની ગ્રાહક સંખ્યા, વાર્ષિક 9 અબજ યુનિટ પાવરનું વેચાણ અને લગભગ રૂ.4,500 કરોડની વાર્ષિક આવક હશે. ભૂતકાળમાં ટોરેન્ટ પાવરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરોમાં, મહારાષ્ટ્રમાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કાલવા અને ઉત્તર પ્રદેશમાં આગ્રામાં વિતરણ નેટવર્કને હસ્તગત કર્યું છે અને સફળતાપૂર્વક ટર્નઅરાઉન્ડ કર્યું છે. ટોરેન્ટ પાવરે ટેક્નોલોજીમાં રોકાણ કરીને અને કામગીરીને લગતી કાર્યક્ષમતામાં સુધારો કરીને વીજળીની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને  AT&C નુકસાનમાં ઘટાડો કર્યો છે.      ટોરેન્ટ પાવર એ ભારતની પ્રથમ અને એકમાત્ર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પણ છે જે પર્યાવરણીય ટકાઉપણા માટે પ્રતિષ્ઠિત 5 સ્ટાર રેટિંગ તેમજ બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ યુકે તરફથી વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી માટે સ્વોર્ડ ઑફ ઓનર જીતી છે. આ ઉપરાંત, ટોરેન્ટ પાવર એવી કેટલીક પાવર યુટિલિટીઓમાંની એક છે કે જેણે ISO 9001:2015– ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, 140001:2015-એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ., 45001:2018- ઓક્યુપેશનલ હેલ્થ ઍન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ,
50001:2018- એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ અને 55001:2014-એસેટ મેનેજમેન્ટ સિસ્ટમને આવરી લેતી સંકલિત વ્યવસ્થાપન સિસ્ટમ અમલમાં મૂકી છે. આ પ્રસંગે ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર- ડિસ્ટ્રિબ્યુશન, શ્રી વરુણ મહેતાએ જણાવ્યું હતું કે “અમને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના લોકોની સેવા કરવાની અને ટોરેન્ટ પાવર જેના માટે કટિબદ્ધ છે તે વિશ્વસનીયતા અને સેવાના ઉચ્ચ ધોરણો તેમના સુધી લાવવાની તક મળતાં આનંદ થાય છે. આગામી મહિનાઓ દરમિયાન, ટોરેન્ટ પાવર વધુ વિશ્વસનીયતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક સેવા દ્વારા નોંધપાત્ર રીતે વધુ સારો ગ્રાહક અનુભવ લાવવાનો પ્રયત્ન કરશે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ઉમેરા સાથે, ટોરેન્ટ પાવરે વીજ વિતરણ ક્ષેત્રમાં તેના નેતૃત્વની સ્થિતિને નોંધપાત્ર રીતે મજબૂત કરી છે.” દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં કામગીરી હાથ ધરવા સાથે, ટોરેન્ટ પાવર પાસે હવે 12 શહેરોમાં કુલ 3.8 મિલિયન ગ્રાહક આધાર હશે અને 24 અબજ યુનિટ પાવરનું વાર્ષિક વેચાણ થશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તેના લાયસન્સ ધરાવતા અને ફ્રેન્ચાઇઝ્ડ વિસ્તારોમાં 5000 MWની ટોચ માંગ હશે.
Share This Article