– કોકા- કોલા ઈન્ડિયાની ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બ્રાન્ડ, જે તેના બહાદુરી અને સાહસિક જોશ માટે જાણીતી છે એવા થમ્સ અપે #ThumsUpStrong મંચ રજૂ કરવા માટે ભારતની વહાલા હીરો શાહરુખ ખાન સાથે ભાગીદારી કરી છે. ઓગિલ્વીની સંકલ્પના સાથે આ કેમ્પેઈન બે પ્રતિકાત્મક ભારતીયો નામો- દેશમાં સૌથી વિશાળ કાર્બોનેટેડ બેવરેજ થમ્સ અપ અને બોલીવૂડનો બાદશાહ શાહરુખ ખાનના એકત્ર આવવાની ઉજવણી કરે છે. ઘણાં બધાં વર્ષો પછી એસઆરકે તેના બેજોડ એકશન- હીરો અવતારમાં જોવા મળવાનો છે, જે ટ્રેનની ટોચ પર દિલધડક સ્ટંટ્સ કરતો જોવા મળશે, જે ચાહકો માટે નિર્બેળ ખુશી બની રહેશે.
એક અબજ ડોલરની બ્રાન્ડ બનવાની મુખ્ય સિદ્ધિની ઉજવણી કરતાં થમ્પ અપે નવી કેમ્પેઈન રજૂ કરી છે, જે આરંભથી જ પીનાર દ્વારા પસંદ કરવામાં આવતા તેના અજોડ મજબૂત સ્વાદ પર બનાવવામાં આવી છે. થમ્સ અપની ઓલિમ્પિક ગેમ્સ, પેરાલિમ્પિક ગેમ્સ અને ક્રિકેટ સાથે ઊંડી ભાગીદારી છે અને સપનાં સાકાર કરવા માટે ખરા અર્થમાં વચનબદ્ધ રહેતા અને જીવનની દરેક મુશ્કેલીઓને પડકારતા અસલી હીરોના જોશને સલામ કરે છે. કિંગ ખાન સાથે સહયોગ કરીને બ્રાન્ડે તેના મુખ્ય મૂલ્યને નવી ઊંચાઈ આપી છે અને એડ- ફિલ્મમાં રીલ અને રિયલ- લાઈફ હીરો પ્રદર્શિત કરતા એસઆરકે સાથે એકશનસભર સિનેમાટિક વાર્તાકથનનો ઉમેરો કરે છે.
નવી કેમ્પેઈન પર બોલતાં કોકા- કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સીસ (આઈએમએક્સ)ના હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ 45 વર્ષની યુવા બ્રાન્ડ છે, જે હંમેશાં લાખ્ખો લોકોને તેમનાં સપનાં પ્રત્યે વચનબદ્ધ રહેવા માટે પ્રેરિત કરતી રહી છે. અમે ગયા વર્ષે #PalatDe લોન્ચ કર્યું ત્યારે થમ્સ અપની અપસાઈડ- ડાઉન બોટલ #PalatDe જોશ સાથે પ્રતિકાત્મક બનીને તમારી ક્ષમતા પર શંકા કરતાદરેકને ના કહેવા પ્રેરિત કરેછે. આ મંચ પર નિર્માણ કરાયેલી આ કેમ્પેઈન માટે #ThumsUpStrong જોશની વાર્તા કહેવા માટે શ્રી શાહરુખ ખાન સાથે જોડાણ કરવાની અમને બેહદ ખુશી છે. બ્રાન્ડનો મજબૂત અજોડ સ્વાદ નૈસર્ગિક રીતે ભાવના તરીકે શક્તિમાં ગૂંથાય છે, જે પીનારને મજબૂત રહેવા અને સપનાં પર વિશ્વાસ રાખતા રહેવા માટે અનુરોધ કરે છે.”
થમ્સ અપ કસોટીના સમયમાં અડગ રહી છે અને ભારતમાં સૌથી મજબૂત અને સૌથી વહાલી બેવરેજીસમાંથી એક તરીકે ઊભરી આવી છે. તેનો મજબૂતસ્વાદ, સોડાના પંચ સાથે સમૃદ્ધ હોઈ સાહસિક જોશ અને પીનારના વ્યક્તિત્વની શક્તિ મોટે ભાગે આલેખિત કરે છે. નવી કેમ્પેઈનમાં શાહરુખ ખાન દર્શકોને તેમનાં સપનાં સાકાર કરવા સ્થિતિસ્થાપક અને મજબૂત રહેવા માટે અનુરોધ કરવા સાથે ‘સોફ્ટ ડ્રિંક નહીં, તૂફાન’ એવો સંદેશ આપે છે. એસઆરકે #PalatDeની અપસાઈડ- ડાઉન બોટલ એકશન દોહરાવે છે, જે હવે ના કહેનારને જાકારો આપવાની થમ્સ અપની સિગ્નેચર સ્ટાઈલ છે.
કેમ્પેઈનની ફિલ્મ માટે લિંક: https://www.youtube.com/watch?v=s42gsntYWgg
નવી થમ્સ અપ કેમ્પેઈનનો ચહેરો શાહરુખ ખાન કહે છે, “હું ભારતની સૌથી પ્રતિકાત્મક બ્રાન્ડ થમ્સ અપનું પ્રતિનિધિત્વ કરવા માટે ભારે હર્ષની લાગણી અનુભવી રહ્યો છું, કારણ કે તે જીવન આપણીસામે ગમે તેટલા પડકારો ફેંકો તો પણ ક્યારેય હાર નહીં માનવાના મારા નજરિયા સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે. આ વલણ આપણા દરેકને આપણાં પોતાના ક્ષેત્રોમાં હીરો બનાવે છે. આ કેમ્પેઈન મારે માટે વિશેષ છે, કારણ કે મને જે કરવાનું ગમે છે તે અમુક ખરેખર મજેદાર સ્ટંટ્સ અને એકશન દ્રશ્યો કરવા માટે તક આપે છે. ”
આ દિલધડક કેમ્પેઈન ટીવી, સોશિયલ, ડિજિટલ, શોપર અને ઓઓએચમાં ઈન્ટીગ્રેટેડ કેમ્પેઈન થકી જીવંત કરવામાં આવી છે.
ઓગિલ્વી ઈન્ડિયા (નોર્થ) ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર રિતુ શારદાએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ સોફ્ટ ડ્રિંક નથી, તે તૂફાન છે. અને થમ્સ અપ સોફ્ટ ડ્રિંક શ્રેણીમાંથી પોતાની શ્રેણીમાં જઈ રહી છે ત્યારે અમે આ પગલાં વિશે વાત કરવા સૌથી મોટા તૂફાન સાથે ભાગીદારી કરી છે. સિગ્નેચર તૂફાની સ્ટંટ્સ અને થ્રિલ્સ સાથે ટ્રેન પર અગાઉ ક્યારેય નહીં તેવો એસઆરકે જોવા મળશે.”
ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર સુકેશ નાયરે જણાવ્યું હતું કે “થમ્સ અપ નામે સોફ્ટ ડ્રિંક નહીં, તૂફાન સાથે બોલીવૂડના રાજાએ હાથ મેળવતાં તૂફાન ઢંઢોળાયું છે. અમને આ પ્રતિકાત્મક બ્રાન્ડની પુનઃખોજ કરવાના રોમાંચક પ્રવાસમાં અમારા ભાગીદાર તરીકે એસઆરકેને ધરાવવા માટે અમે ભારે રોમાંચિત છીએ.”