વિશાખાપટ્ટનમ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી ટ્વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. બે ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ દેખાઇ રહી છે. તમામ સ્ટાર ખેલાડીઓ પર ચાહકોની નજર રહેશે. વર્લ્ડ કપ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ શ્રેણી ભારત માટે ખુબ ઉપયોગી દેખાઇ રહી છે. ટ્વેન્ટી શ્રેણીની સાથે સાથે નીચે મુજબ છે
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમમાં રમાશે
- બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી તૈયારીમાં વ્યસ્ત હતી
- ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે
- ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન અને ધોની પર તમામ ચાહકોની ખાસ નજર રહેશે
- ભારતીય ટીમ અને પ્રવાસી ટીમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે
- પુલવામા ખાતે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ટીમોની સુરક્ષાને લઇને પણ પગલા
- હાલમાં ભારતીય ટીમ વિદેશમાં ડંકો વગાડીને પરત ફરી છે
- ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી જીતીને ઇતિહાસ સર્જયો હતો
- ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ ભારતીય ટીમ જારદાર દેખાવ કરી ચુકી છે
- ઓસ્ટ્રેલિયા પાસે પણ ફિન્ચ અને મેક્સવેલ સહિતના કેટલાક હાર્ડ હિટિંગ બેટ્સમેનો છે
- વિશાખાપટ્ટનમ ખાતે મેચને લઇને પહેલાથી જ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી
- હાર્દિક પંડ્યા સ્વસ્થ ન હોવાના કારણે તે રમનાર નથી
- બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ હતી.