હૈદરાબાદ : હૈદરાબાદમાં આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની શરૂઆત થઇ રહી છે જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે રમાનાર છે. ટ્વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે.
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી વનડે શ્રેણીની શરૂઆત
- ટ્વેન્ટી શ્રેણી ગુમાવી દીધા બાદ ટીમ ઇન્ડિયા પર જોરદાર દેખાવ કરવા માટે દબાણ
- વિરાટ કોહલી, રોહિત શર્મા, ધોની અને અન્ય સ્ટાર ખેલાડીઓ પાસેથી સારા દેખાવની અપેક્ષા
- ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે બેંગ્લોર મેદાનમાં ઉતરશે
- પુલવામા હુમલા બાદ ભારતીય ટીમ અને પ્રવાસી ટીમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે અને સાવચેતીના તમામ પગલા લેવાયા છે
- હાલમાં ભારતીય ટીમ વિદેશમાં ડંકો વગાડીને પરત ફરી છે પરંતુ ટ્વેન્ટી શ્રેણી ગુમાવી દીધા બાદ વિરાટ કોહલીની ટીમ ઉપર દબાણ વધ્યું
- ભારતે હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી જીતીને ઇતિહાસ સર્જયો હતો
- ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ ભારતીય ટીમ જારદાર દેખાવ કરીને હાલમાં પરત ફરી છે
- ઓસ્ટ્રેલિયા પાસે પણ ફિન્ચ અને મેક્સવેલ સહિતના કેટલાક હાર્ડ હિટિંગ બેટ્સમેનો છે
- હૈદરાબાદ ખાતે મેચને લઇને પહેલાથી જ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી
- હાર્દિક પંડ્યા સ્વસ્થ ન હોવાના કારણે તે રમનાર નથી. ધોનીને પણ ઇજા થઇ હોવાના અહેવાલ મળ્યા
- બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ હતી
- ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ હાલમાં ભારત સામે ાર ખાધા બાદ સારો દેખાવ કરવા ઈચ્છુક છે તેનો સંકેત ટ્વેન્ટી ક્રિકેટમાં મળી ગયો છે
- હૈદરાબાદમાં ક્રિકેટ ફિવર ફરી વળ્યા બાદ હાઉસફુલનો શો રહે તેવી શક્યતા