આઠ નપાની ખાલી બેઠકો ઉપર આજે ચૂંટણી યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની આઠ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી કુલ ૧૨ બેઠકો, બે જિલ્લા પંચાયતોની બે ખાલી પડેલી બેઠકો અને ૩૦ તાલુકા પંચાયતની ખાલી પડેલી ૪૭ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. પેટાચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકી ઉંઝા નગરપાલિકાના વોર્ડ નં.૫માં અપક્ષ ઉમેદવાર બિનહરીફ થયા છે.

નગરપાલિકાઓની ૧૧ બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપના નવ, કોંગ્રેસના ૧૦, અપક્ષના ૭ મળીને કલ ૨૬ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બે જિલ્લા પંચાયતોની બે મતદાર મંડળની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવાર મેદાનમાં છે. તાલુકા પંચાયતની ૪૭ મતદાર મંડળની પેટાચૂંટણી પૈકી ચૂંટણી થનાર છે.

Share This Article