આજે ૨૮મી માર્ચના રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૯૯ ઉમેદવારો મેદાને છે, જેમાંથી પ્રથમ પસંદગીના મતથી ૨૫ હોદ્દેદારોને ચૂંટવામાં આવશે. ગુજરાત બાર કાઉન્સિલમાં હાલ ૭૪,૦૦૦ વકીલો સભ્ય તરીકે નોંધાયેલા છે,
પરંતુ ચકાસણી બાદ ૫૦,૦૧૬ વકીલોને આ ચૂંટણીમાં મતદાન માટે યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. ચૂંટણી માટે રાજ્યભરના ૯૯ ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી ૨૫ હોદ્દેદારોને પ્રથમ પસંદગીના મતથી ચૂંટવામાં આવશે. મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આચાર સંહિતના પાલન માટે વીડિયોગ્રાફી સહિતની ગોઠવણી કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સાતમી એપ્રિલે મતગણતરી શરૂ થશે અને ગુજરાત બાર કાઉન્સિલ પરિણામની જાહેરાત નહીં કરે. ચૂંટણીનું પરિણામ ટ્રિબ્યુનલને આપવામાં આવશે.. ટ્રિબ્યુનલ ગેઝેટ દ્વારા પરિણામની જાહેરાત કરશે અને ત્યારબાદ બેઠક બોલાવી નવા સભ્યોને ચાર્જ હેન્ડઓવર કરવામાં આવશે