આજે ધનતેરસ : ભગવાન ‘ધન્વન્તરી’ ની પૂજન, અર્ચના કરવાનો મહિમા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

. આસો વદ મહિનાની તેરસે ધનતેરસની ઉજવણી થાય છે. આ દિવસે નવું ધન , ખાસ તો સોનું-ચાંદી ખરીદવી શુકનવંતી ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભ દિવસે ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે.

જેમનું પ્રાગટય ‘ધનતેરસ’ ના દિવસે થયેલું જે ધન્વન્તરી જયંતી’ કે ધન્વન્તરીત્રયોદશી’ તરીકે ઓળખાય છે. દયાનિધિ- કરૃણાના સાગર, વિશ્વભરનાં આરોગ્યના દેવતા, આરોગ્ય ચિંતક, સ્વાસ્થ્યનાં દાતા અને રોગને વિનાશ કરનારા તે ભગવાન ‘ધન્વન્તરી’ છે તે આઠ ઐશ્વર્યો યુક્ત હોવાથી તેને ભગવાન કહેવાય છે તેના ઉપાસકોનું આરોગ્ય- સ્વાસ્થ્ય રક્ષણ થશે અને અકાળે મૃત્યુ નહી પામે.

આજે જુના રાજા-રાણી છાપ સિક્કાઓ અને ચાંદીના સિક્કાઓ તથા ચલણનું પુજન કરવામાં આવે છે જેને ધન ધોયું એમ પણ કહેવામાં આવે છે. લોકો ધનની પુજાની સાથે સુખ શાંતિ અને સમુધ્ધિ આપનારી મંગલલક્ષ્મીની કામના કરે છે. કેસર, હળદર અને દૂધથી તેની પૂજા કરવામાં આવે છે. પૂજા કરેલા સિક્કા તિજોરીમાં રાખવાથી સમૃધ્ધિમાં વધારો થાય છે. આજના મોડર્ન સમયમાં લોકો લક્ષ્મીજીની પૂજામાં ઇ પોકેટ, એટીએમકાર્ડ તથા પાનકાર્ડની પણ પૂજા કરે છે. ધનતેરસના પૂજન કરવામાં આવેલા રોકડા નાણા બાળકો તથા નાની બાલીકાઓને આપવાની પણ પ્રથા જોવા મળે છે.

 ધનતેરસના દિવસે ઘર, દુકાન,ઓફિસ વગેરેને દિવાઓ વડે અને રોશની વડે શણગારીને રંગોળી દોરવામાં આવે છે

Share This Article