કોંગ્રેસને સાથ આપવા માયા અને અખિલેશે જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ :મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સાથ આપવાનો બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ જાહેરાત કરી દીધી છે. આની સાથે જ કોંગ્રેસ પાર્ટી માટે સ્થિતિ હળવી બની ગઈ છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ પોતાનું સમર્થન આપવાનીજાહેરાત કરી છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસથી અલગ થઇને ચૂંટણી લડી હતી પરંતુ આજે કહ્યું હતું કે જા જરૂર પડશે તો કોંગ્રેસ પાર્ટીને બસપ સાથ આપશે. બીજી બાજુ અખિલેશ યાદવે પણ કહ્યું છે કે, તેમની પાર્ટી જરૂર પડશે તો કોંગ્રેસને સાથ આપશે. મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે બહુજન સમાજ  પાર્ટીએ આખરે કોંગ્રેસને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. બપસના નેતા માયાવતીએ આજે સવારે પત્રકારપરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. માયાવતી પાસેથી આ જ નિર્ણયની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. માયાવતીએ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ પાર્ટીને સાથ આપવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશમાં માયાવતીની પાર્ટી બસપના બે ધારાસભ્ય જીત્યા છે. સરકાર બનાવવા માટે પણ બે ધારાસભ્યની જ જરૂર દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં મધ્યપ્રદેશમાં સરકાર રચવા માટે કોંગ્રેસની તકલીફ દુર થઇ ગઇ છે. માયાવતીએ આજે લખનૌમાં પત્રકાર પરિષદ યોજી હતી.માયાવતીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીની સાથે તેમની પાર્ટીની વિચારધારા મેળ નખાતી હોવા છતાં અમે ભાજપને રોકવા માટે કોંગ્રેસને ટેકો આપીશુ. માયાવતીએ કહ્યુ હતુ કે જા જરૂર પડશે તો રાજસ્થાનમાં પણ સરકાર બનાવવા માટે પોતાની પાર્ટીના સભ્યોને કોંગ્રેસનો સાથ આપવા માટે અપીલ કરશે. માયાવતીએ કહ્યુ હતુ કે અમારી પ્રાથમિકતા ભાજપને રોકવા માટેની રહેલી છે.

 જેથી તેને સત્તાથી બહાર કરવા માટે કોઇ પણ પગલા લેવામાં આવનાર છે. માયાવતીએ હતુ કે છત્તિસગઢમાં અમારા સાથી પક્ષના નેતા અજિત જાગીના નિવદનના કારણે અમારા તમામ મત કોંગ્રેસ પાર્ટીને ટ્રાન્સફર થઇ ગયા છે.જ્યારે આ મત ગઠબંધનના ખાતામાં જનાર હતા. અજિત જાગીએ તમામ પાર્ટીના સંબંધમાં વાત કરી હતી પરંતુ આ યોજનાને ભાજપ વિરુદ્ધની રણનિતી તરીકે દર્શાવી હતી. કોંગ્રેસપાર્ટીએ સ્થિતીનો લાભ ઉઠાવ્યો હતો. માયાવતીએ કહ્યુ હતુ કે ભાજપની ખોટી નીતિના કારણે તથા ખોટી વ્યવસ્થાના કારણે પ્રજા પરેશાન હતી. કોંગ્રેસ પાર્ટીને લોકો ઇચ્છતા ન હતા છતાં લોકોએ વિકલ્પ સમજીનેમત આપ્યા છે. માયાવતીએ કબુલાત કરી હતી કે પરિણામ ઇચ્છા મુજબના રહ્યા નથી.

Share This Article