રેલવે ટ્રેક પર પસાર થતા હાથીઓને સચેત રાખવા માટે રેલ્વે દ્વારા અપનાવાયો અનોખો નુસખો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અવારનવાર હાથીઓના રેલ્વે ટ્રેક પર મૃત્યુ પામવાના સમાચાર મળતા રહેતા હોય છે. આ માટે હાથીઓને રેલવેના પાટાથી દૂર રાખવા માટે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા મધમાખીઓના ગણગણાટે સફળ પરિણામ આપ્યું હતું અને આ અવાજના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યાં હાથીઓ રેલવે પાટા પાસે ધસી આવતા હતા તેવા પસંદ કરેલા ચાર ડિવિઝનોમાં નોથઇસ્ટ ફ્રન્ટીયર રેલવે દ્વારા મધમાખીઓના અવાજની ટેપ વગાડવામાં આવે છે.

આ વિચારને વર્ષ ૨૦૧૭ના શરૂઆતમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો ત્યાર પછી આ વર્ષે (૨૦૧૮માં) ટ્રેન સાથે અથડાઇને મૃત્ય પામેલા હાથીઓની સંખ્યા માત્ર છની થઇ હતી. વર્ષ ૨૦૧૩માં માર્યા ગયેલા હાથીઓની સંખ્યા ૧૯ હતી, ૨૦૧૪માં પાંચ, ૨૦૧૫માં ૧૨, ૨૦૧૬માં ૯ અને ૨૦૧૭માં દસ હતી. હાથીઓને પાટાથી દૂર રાખવા માટે કેન્યામાં મધમાખીઓને વાડ ઉપર રાખવામાં આવે છે તેમ નોથઇસ્ટ ફ્રન્ટીયર રેલવે દ્વારા હાથીઓને દૂર રાખવા માટે બઝરનો ઉપયોગ કરાય છે.

અગાઉ હાથીઓને પાટાથી દૂર રાખવા માટે મરચી બોમ્બ અને વીજળીની વાડના પ્રયોગ કરાતા હતા, પરંતુ અવાજનું બઝર સૌથી વધુ અસરકારક અને ઓછો ખર્ચાળ સાબીત થઇ રહ્યો છે.આ સાધનની કિમંત આશરે રૃપિયા ૨૦૦૦ છે અને ૬૦૦ મીટર દુર પણ હાથી સાંભળી શકે એટલી તેનામાં ક્ષમતા છે.

Share This Article