અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ જાન્યુઆરીના રોજ રેલવે ટ્રેક નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ હત્યાનો ભેદ ગ્રામ્ય LCB ઉકેલી કાઢ્યો છે અને યુવકની હત્યામાં સંડોવાયેલી પત્ની અનિતા રાજપૂત, દીકરી કાજલ, દીકરીનો પ્રેમી સાજીદ ઉર્ફે બાલા શેખ અને સાજીદના બે મિત્રો આફતાબ પઠાણ અને ઇસ્માઇલ ઉર્ફે અમ્મા બચાઉ શેખની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ધોળકામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે મામલે પોલીસે શરૂ કરેલી તપાસમાં સામે આવ્યું કે અસલાલીના લાભા ગામમાં હર્ષદ રાજપૂત નામનો યુવક ગુમ હતો અને આ મૃતદેહ હર્ષદનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે શંકાના દાયરામાં રહેલી હર્ષદની પત્ની અને દીકરી કાજલની પૂછપરછ કરતા હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. મૃતક હર્ષદ રાજપૂત સાવકો પિતા હતો અને દારૂ પીવાની ટેવ હતી. હર્ષદ તેની દીકરી કાજલ પર નજર બગાડીને શારીરિક અડપલા કરતો હતો. જેથી સાવકા પિતાનું કાસળ કાઢવા કાજલે પ્રેમી સાજીદ સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ૧૦ વર્ષ પહેલાં અનિતા રાજપુત અને મૃતક હર્ષદ રાજપૂત પરિચયમાં આવ્યા હતા. અનિતાના પ્રથમ પતિ વિનોદ પટણી સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને ૩ દીકરી સાથે એકલી રહેતી હતી. આ દરમિયાન હર્ષદ સાથે પ્રેમ સંબધ બધાંતા બંન્ને લગ્ન કર્યા હતા. હર્ષદ અને અનિતાની ૮ વર્ષની દીકરી પણ છે. હર્ષદ દારૂ પીવાની ટેવ હોવાથી અવાર નવાર ઘરે ઝઘડા કરીને અનિતાને માર મારતો હતો. જેથી ૩ વર્ષ પહેલાં બન્ને છૂટાછેડા લઈને અલગ રહેવા લાગ્યા હતા. હર્ષદ છૂટાછેડા બાદ પણ અનિતાના ઘરે આવીને ઝઘડો કરતો હતો અને દીકરી કાજલ પર નજર બગાડતો હતો. સાવકા પિતાની અશ્લીલ હરકતથી કાજલ કંટાળી ગઈ હતી અને તેણે પોતાના પ્રેમી સાજીદને પિતાની હત્યા કરવા માટે તૈયાર કર્યો હતો. પતિથી કંટાળી ગયેલી અનિતા પણ દીકરીના પ્લાનમાં સામેલ થઈ. મૃતક હર્ષદ દારૂ પીને ઘરે આવ્યો ત્યારે કાજલનો પ્રેમી સાજીદ તેના મિત્રો આફતાબ અને ઇસ્માઇલ આવ્યા પણ ઘરે આવ્યા હતા. સાજીદે હર્ષદનું કપડાથી ગળું દબાવી દીધું જ્યારે કાજલ અને તેના મિત્રોએ હર્ષદને પકડી રાખ્યો હતો. ત્યારે બાદ સાજીદની ગાડીમાં મૃતદેહ લઈને ધોળકા લઈ જઈને અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો. આરોપી કાજલ કેટરીગનું કામ કરે છે. જ્યારે સાજીદ કાલુપુરમાં કાપડનો ધધો કરે છે. આ દરમિયાન બન્ને પરિચયમાં આવ્યા હતા. સાવકા પિતાથી કંટાળી ગયેલી કાજલ છેલ્લા એક મહિનાથી પિતાની હત્યાનું કાવતરું ઘડી રહી હતી. બે થી ત્રણ વખત પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષફળ રહ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાવકા પિતાના અસહ્ય ત્રાસ વચ્ચે આલિયા ભટ્ટના ડાર્લિંગ મુવીએ કાજલને પ્રોત્સાહન આપ્યું. આ મુવીમાં પણ પિતાના ત્રાસથી કંટાળીને માતા પુત્રી અને પ્રેમીએ હત્યા કરી હતી. જેથી કાજલએ પણ પોતાના પ્રેમીને હત્યા કરવા મન મનાવ્યો અને આ હત્યાને અંજામ આપ્યો હતો. ગ્રામ્ય ન્ઝ્રમ્એ આ હત્યા કેસમાં તમામ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. જેમાં એક આરોપી આફતાબ વિરુદ્ધ અગાઉ કારંજ અને દાણીલીમડામાં મારમારીના ૨ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more