મોટા ભાગના લોકો જીમેલ, આઉટલુક અથવા તો યાહુ જેવા સર્વિસ પ્રોવાઇડર્સની સાથે મલ્ટીપલ ઇમેલ એકાઉન્ટ રાખે છે. તેમને સંબંધિત વેબસાઇટ અથવા તો મોબાઇલ એપ્સની મદદથી ઓનલાઇન ઉપયોગ કરી શકાય છે. મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવાની એક સમસ્યા હોઇ શકે છે. આવી સ્થિતીમાં એક ઇમેલ ક્લાઇન્ટ ઉપયોગી સોલ્યુશન બની શકે છે. જે એક સ્થાન પર આપના તમામ મેસેજ સિંક કરી નાંખે છે. ઇમેલ ક્લાઇન્ટ વધારાના ફિચર જેમ કે વધારાની સુરક્ષા મેસેજ બ્રેક અપ જેવી પણ ઓફર કરે છે. કેટલાક શાનદાર ઇમેલ ક્લાઇન્ટસ રહેલા છે. જે અંગે લોકો પાસે હાલમાં એટલી માહિતી રહેલી નથી.
આ ઇમેલ ક્લાઇન્ટ ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ જેમ કે અવિસ, મેકડોનાલ્ડ અને ટોયાટા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ફિચર રહેલા છે. જેમ કે કેલેન્ડર, કોન્ટેક્ટસ અને ચૈટનો સમાવેશ થાય છે. આ તમામ મોટી ઇમેલ સર્વિસ જેમ કે જીમેલ, યાહુ, આઇક્લાઉડ અને આઉટલુક ડોમ કોમ માટે સપોર્ટ કરે છે. તેના લેટેસ્ટ વર્જન પીજીપી ઇન્ક્રીપ્શન, લાઇવ બેક અપ અને જીમેલ માટે ઓટો રિપ્લાઇ ઓફર કરે છે. આ ફ્રી ટિયર છે. પરંતુ કોમર્શિયલ ઉપયોગ માટે પ્રો વર્જન જરૂરી છે. ઇમ ક્લાઇન્ટ શાનદાર ઇમેલ ક્લાઇન્ટ તરીકે રહે છે. આવી જ રીતે મેલબર્ડ પ્રો ઇમેલ ક્લાઇન્ટ મલ્ટીપલ એકાઉન્ટસને મેનેજ કરવામાં સમય બચાવી લે છે. તે ઇમેલને સુન્દર બનાવે છે. તે ઇમેલને વધારે શાનદાર અને યોગ્ય બનાવે છે. ઇમેલને વધારે કસ્ટમાઇઝ કરવા માટે અનેક ફ્રી થીમ્સની ઓફર કરે છે. તે અનેક પ્રકારના ઇન્ટીગ્રેટેડ એપ્સ જેમ કે વ્હાટ્સ ઓપ, ગુગલ ડોક્સ, ગુગલ કેલેન્ડર, ફેસબુક, ટ્વિટર , ડ્રોપ બોક્સ અને સ્લેકને સપોર્ટ કરે છે. તેની મદદથી સામાન્ય યુઝર તેમના ઇનબોક્સને શાનદાર બનાવી શકે છે. જાણકાર લોકો અને બજાર સાથે જોડાયેલા કારોબારી લોકો કહે છે કે માઇક્રોસોફ્ટના આઉટલુકને મોટા ભાગે બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ માટે વધારે ઉપયોગી ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં તેનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે.
આ અન્ય માઇક્રોસોફ્ટ સર્વિસેઝની સાથે ઇન્ટીગ્રેટેડ છે. આ ઇમેલ સર્વિસને મેસેજના સિમ્પલ એક્સચેંજની સાથે ખુબ દુર લઇને જાય છે. આઉટલુકની સાથે વધારો ફાયદો એ છે કે તે આઉટલુક કેલેન્ડરની સાથે પૂર્ણ રીતે ઇન્ટીગ્રેટેડ છે. આના કારણે મિટિગ્સના કોર્ડિનેશન માટે કેલેન્ડર શેયર કરી શકાય છે. તે ઇન્ટીગ્રેશન આઉઇટલુક કોન્ટેક્ટસ સુધી રહે છે. તે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટની જેમ તેના એક હિસ્સા તરીકે છે. આને સ્ટેન્ડ અલોન ઓફિસ ૨૦૧૬ અથવા તો સબ્સક્રિપ્શન આધારિત ઓફિસ ૩૬૫ તરીકે ખરીદી શકાય છે. આવી જ રીતે ઇન્કીમાં પણ અનેક પ્રકારની સુવિધા રહેલી છે.
આ ઇમેલ ક્લાઇન્ટ સિક્યોરિટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એઆઇ, મશીન લ‹નગ અને કોમ્પ્યુટર વિજન એલ્ગોરિદમ્સનો ઉપયોગ કરીને દરેક પ્રકારના ફિશિંગ એટેક્સને રોકે છે. તે ક્લાઇન્ટ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ઇમેલને સ્કેન કરે છે. સાથે સાથે ફિશિંગના પ્રયાસોના સંબંધમાં માહિતી એકત્રિત કરે છે. ઇમેલ સર્વિસને સુરક્ષિત રાખવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. આધુનિક સમયમાં કેટલાક ઇમેલ ક્લાઇન્ટ ખુબ ફાયદાકારક અને સમય બચાવવા માટેનુ કામ કરે છે. મેલ ઓફ વિન્ડો ૧૦ની વાત કરવામાં આવે તો પણ તેના અનેક ફાયદા રહેલા છે.
બિઝનેસ વર્લ્ડમાં આઉટલુક ખુબ લોકપ્રિય તરીકે છે. પરંતુ આઉટલુક પણ કેટલાક હોમ યુઝર્સ માટે ફિટ રહેતા નથી. આવી સ્થિતીમાં વિન્ડોઝમાં લ્ટિ ઇન લાઇટવેટ ઇમેલ ક્લાઇન્ટ આઉટલુક એક્સપ્રેસ રજૂ કરવામાં આવે છે. આમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે. માઇક્રોસોફ્ટના ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્જનમાં આ મેલ ઓફ વિન્ડોઝ ૧૦ કહેવામાં આવે છે. કોઇ પણ વિન્ડો યુઝર માટે મેલ ફોર વિન્ડોઝ ૧૦ ક્લાઇન્ટ એક શાનદાર વિકલ્પ તરીકે છે. તેના ઉપયોગને વધારી દેવામાં હાલના યુઝર પ્રયાસ કરી રહ્યા છે. ઇનબોક્સ હમેંશા વ્યવસ્થિત રહે છે કે કેમ તેને લઇને હમેંશા ચર્ચા રહે છે.