નવી દિલ્હીઃ ભારતીય ઇન્ટરનેટ યુઝર્સ હંમેશાથી ઓનલાઇન પ્રાઇવેસી ઉપર વધુ સારું નિયંત્રણ ઇચ્છે છે. યુઝર્સને વેબસાઇટ્સની પ્રાઇવેસી પ્રે ક્ટસ અને પોલીસી સાથે સંમત થવા અંગે જટીલ અને મૂંજવણભર્યાં પ્રયાસો ન કરવા પડે તે સુનિશ્ચિત કરવા માટે ઓપેરા પ્રથમ મેજરર બ્રાઉઝર બન્યું છે કે જે લોકોને આ ડાયલોગ જાવા છે કે નહીં તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે.
કુકી ડાયલોગ વિના બ્રાઉઝિંગનું ફ્યુચર
હવેથી યુઝર્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબલેટ્સ માટે નવીન ઓપેરા બ્રાઉઝર ડાઉનલોડ કરીને તેમના વેબ એક્સપિરિયન્સમાં સુધારો કરી શકશે. ઓપેરા બ્રાઉઝરના નવા વર્ઝનની વિશેષતાઓમાં બિલ્ટ-ઇન કુકી ડાયલોગ બ્લોકરનો સમાવેશ થાય છે, જે દ્વારા યુઝર્સ વેબસાઇટ બ્રાઉઝિંગ વખતે કુકી એલર્ટ ડાયલોગ દૂર કરી શકે છે. આ વિશેષતાઓનો ઉપયોગ કરતાં લોકોનું દૈનિક બ્રાઉઝિંગ સ્પષ્ટ રહેશે અને પરિણામે તેઓ પોતાની રૂચિ મૂજબની કન્ટેન્ટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ઓપેરાના એસવીપી બ્રાઉઝર એ ન્જનિયરીંગના પીટલ વોલમેને જણાવ્યું હતું કે, “ઓપેરા ખાતે અમે લોકોના અનુભવમાં સુધારો કરવા માટેના નવા ટુલ્સ પ્રદાન કરવામાં હંમેશાથી અગ્રેસર રહ્યાં છીએ. હવે અમે લોકોને કુકી ડાયલોગ બ્લોકરનો અનુભવ કરવા માટે આમંત્રિત કરી રહ્યાં છીએ, જેનાથી તેઓ તમામ પ્રકારના બિનજરૂરી ડાયલોગથી છુટકારો મેળવી શકશે.”
કુકી ડાયલોગ બ્લોકરને બ્રાઉઝર સેટિંગ્સમાં સ્વચ કરી શકાય છે. આ વિશેષતાનો ઉપયોગ કરવા માટે સેટિંગ્સમાં જાઓ, એડ બ્લોકિંગ ઉપર ક્લક કરો અને તમે ટોગલ સ્વચ જાશો.
યુઝર દ્વારા આ સક્રિય કરાતાં કુકી એલર્ટ બ્લોકર ડાયલોગ્સને હાઇડ કરી દેશે, પરંતુ તે વેબસાઇટની કુકીને બ્લોક કરશે નહીં. કુકી બિહેવિયરને નિયંત્રિત કરવા માટે ઓપેરા બ્લાઉઝરમાં ચોક્કસ સેટિંગ છે, જે યુઝર્સને તમામ અથવા એકપણ કુકી નહીં અથવા થર્ડ પાર્ટી કુકીઝ બ્લોક કરવાના વિકલ્પો આપશે.
૧૫,૦૦૦થી વધુ વેબસાઇટ્સ ઉપર ટેસ્ટ
ઓપેરામાં કુકિંગ બ્લોકર સીએસએસ રુલ્સ અને જાવા સ્ક્રિપ્ટના કો મ્બનેશનના ઉપયોગથી ડાયલોગને બ્લોક કરવાનો પ્રયાસ કરશે. આ વિશેષતાઓને ૧૫,૦૦૦ વેબસાઇટ્સ ઉપર ટેસ્ટ કરવામાં આવી છે. વધુ વેબસાઇટ્સના સપોર્ટને ઉમેરવામાં આવશે કારણકે આ વિશેષતાઓમાં સતત સુધારો કરાઇ રહ્યો છે. ઓપેરા યુઝર્સ ઓપેરા બ્રાઉઝરના બીટા વર્ઝનમાં બિલ્ટ-ઇન ટુલનો ઉપયોગ કરીને વેબસાઇટ ઉપરની બિનજરૂરી કુકી ડાયલોગ્સને રિપોર્ટ કરીને તેને ફિક્સ કરી શકશે.
હોમ સ્ક્રીન શોર્ટ કટ દ્વારા ઝડપી બ્રાઉઝિંગ
એન્ડ્રોઇડ માટે ઓપેરાના નવા વર્ઝનમાં હોમ સ્ક્રીન શોર્ટકટ્સનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રોઇડ ૭.૧ અથવા તે પછીનું વર્ઝન ધરાવતા યુઝર્સ તેમના ફોનની હોમ સ્ક્રીન ઉપરૅ લોગો ઉપર લાંબા સમય સુધી ટેપ કરીને હોમ સ્ક્રીન શોર્ટકટ મૂકી શકે છે. આ શોર્ટકટની મદદથી તેઓ નવા સર્ચ, ક્યુઆર કોડ સ્કેન અથવા નવી પ્રાઇવેટ ટેબ ઓપન કરી શકશે. આ ઉપરાંત યુઝર્સ + નવા ટેબ બટન ઉપર લાંબા સમય સુધી ટેપ કરીને તેમના ડિવાઇસની હોમ સ્ક્રીન ઉપર વેબસાઇટનો શોર્ટ કટ મૂકી શકશે.
આ ઉપરાંત ઓપેરા નવા ટેક્સ્ટ સાઇઝ સેટિંગ્સ પણ સામેલ કરી રહ્યું છે, જેને બ્રાઉઝરના મેઇન સેટિંગ્સ મેનુમાંથી ઉપયોગમાં લઇ શકાશે અને તેનાથી યુઝર્સને વેબસાઇટ ઉપર તેમની પસંદગી પ્રમાણે ટેક્સ્ટ સાઇઝ એડજસ્ટ કરવામાં મદદ મળી રહેશે. મોબાઇલ બ્રાઉઝિંગ માટે વેબસાઇટનો મહત્તમ ઉપયોગ ન થાય ત્યારે ઓપેરાનું ટેક્સ્ટ સાઇઝ એડજસ્ટમેન્ટ અને ટેક્સ્ટ રેપ ફિચર્સ રિડિંગના અનુભવોમાં વધારો કરી શકે છે.