ટાઇમ મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીની સાથે-સાથે ‘ધ સ્પ્રિટ ઓફ યુક્રેન’ને વર્ષ ૨૦૨૨ના પર્સન ઓફ ધ યર જાહેર કર્યાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટાઇમ મેગેઝિને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીની સાથે-સાથે ‘ધ સ્પ્રિટ ઓફ યુક્રેન’ને વર્ષ ૨૦૨૨ના પર્સન ઓફ ધ યર જાહેર કર્યાં છે. ટાઇમ મેગેઝિને બુધવારે આ જાહેરાત કરી છે. આ એવોર્ડ તે વ્યક્તિને આપવામાં આવે છે જેણે છેલ્લા ૧૨ મહિનામાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય. આ પુરસ્કાર માટે અન્ય ફાઇનલિસ્ટમાં ઈરાનના પ્રદર્શનકારી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંહ, દુનિયાના સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક અને યુએસ સુપ્રીમ કોર્ટ સામેલ રહ્યાં હતા. ટાઇમના એડિટર ઇન ચીફ એડવર્ડ ફેલસેંથલે લખ્યુ કે, ‘ભલે યુક્રેન માટે લડવામાં આવી રહેલી લડાઈ કોઈ આશાથી ભરી ડે કે ડરથી, વલોડિમિર ઝેલેન્સ્કીએ દુનિયાને એ રીતે પ્રેરિત કરી છે જેમ આપણા દાયકાઓમાં જોયું નથી.’ તેમણે કહ્યું કે યુક્રેની રાષ્ટ્રપતિને પસંદ કરવાનો ર્નિણય સૌથી સ્પષ્ટ હતો.

ટાઇમ મેગેઝિને કહ્યું કે યુદ્ધના શરૂ થવા પર યુક્રેનની રાજધાની કીવને છોડવાનો ઇનકાર કરતા પૂર્વ કોમેડિયન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ પોતાના યુદ્ધગ્રસ્ત દેશમાં યાત્રા કરી અને દેશની જનતાને સંબોધિત કરતા રહ્યાં. આ વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમક કર્યું હતું. ત્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. યુક્રેને હિંમતપૂર્વક આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે અને તે રશિયાનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કને ૨૦૨૧ માં ટાઇમના “પર્સન ઑફ ધ યર” તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ૨૦૨૧ માં તેની ઇલેક્ટ્રિક કાર કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કાર નિર્માતા બની હતી. TIME એ આ એવોર્ડ ૧૯૨૭માં શરૂ કર્યો હતો.

Share This Article